એક નાનકડું બચ્ચું... અને આખી પ્રજાતિનું ભવિષ્ય! ગુજરાતમાં થયો ચમત્કાર | ઘોરાડના બીજા બચ્ચાનો જન્મ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુલાઈ 2026 | 1683
ગુજરાત માટે આશાજનક સમાચાર સામે આવ્યા છે. કચ્છના નલિયા વિસ્તારમાં 'જમ્પ સ્ટાર્ટ મેથડ' દ્વારા ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ)ના બીજા બચ્ચાનો સફળ જન્મ થયો છે. આ દુર્લભ પ્રજાતિના સંરક્ષણ માટે આ સિદ્ધિને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા મુજબ બચ્ચું જીવનના શરૂઆતના મહત્વપૂર્ણ 40 દિવસ સફળતાપૂર્વક પાર કરી ચૂક્યું છે. જોકે, હાઈટેન્શન વીજલાઈનો અને અન્ય કુદરતી જોખમો હજુ પણ ઘોરાડ માટે મોટો પડકાર છે. આ સફળતા ઘોરાડના સંરક્ષણ માટે નવી આશા તરીકે જોવામાં આવી રહી છે.