AIચિપ માટે દ.કોરિયા ૫૭૬ અબજ ડોલરનું રોકાણ કરશે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જુન 2026  |   3168

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં દેશને વધુ મજબૂત બનાવવા માટે દક્ષિણ કોરિયાએ અત્યાર સુધીની સૌથી મોટી યોજનાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ લી જે મ્યુંગે કહ્યું કે, એઆઈ અને સેમિકન્ડક્ટર ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ હેઠળ દેશમાં ૫૭૬ અબજ ડોલર એટલે કે, આશરે રૂપિયા ૪૯ લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ અને એસકે હાયનિક્સ મુખ્ય ભૂમિકા ભજવશે. આ યોજના હેઠળ આગામી વર્ષોમાં સેમસંગ અને એસકે હાયનિક્સ મળીને તેમના સપ્લાયરો સાથે લગભગ ૮૦૦ ટ્રિલિયન વોન એટલે કે, અંદાજે ૫૧૮ અબજ ડોલરનું રોકાણ કરીને દેશના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ચાર નવા એડવાન્સ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ (ફેબ) સ્થાપશે. આ ઉપરાંત ચુંગચિઓંગ વિસ્તારમાં અત્યાધુનિક ચિપ પેકેજિંગ ક્લસ્ટર માટે ૮૧ ટ્રિલિયન વોનનું વધારાનું રોકાણ પણ કરવામાં આવશે.રાષ્ટ્રપતિ લીએ જણાવ્યું કે વિશ્વમાં એઆઈની રેસમાં આગળ રહેવા માટે સેમિકન્ડક્ટર, ફિઝિકલ એઆઈ અને એઆઈ ડેટા સેન્ટર દેશના ભવિષ્યના વિકાસના મુખ્ય આધારસ્તંભ બનશે. સરકારે ૨૦૩૦ સુધી દેશમાં મેમરી ચિપનું ઉત્પાદન બમણું કરવાનો ટારગેટ નક્કી કર્યો છે. આ સાથે જ એઆઈ સર્વર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગયેલી હાઈ-બેન્ડવિડ્થ મેમરી ચિપના રિસર્ચ અને પ્રોડ્ક્શનને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. યોજનાનો ત્રીજાે મહત્વપૂર્ણ ભાગ દેશભરમાં વિશાળ એઆઈ ડેટા સેન્ટર નેટવર્ક ઊભું કરવાનો છે. સરકાર અને પ્રાઈવેટ સેક્ટર મળીને ૨૦૩૫ સુધીમાં ૧,૦૦૦ ટ્રિલિયન વોનથી વધુનું રોકાણ કરીને ઉચ્ચ ક્ષમતાવાળા ડેટા સેન્ટરો વિકસાવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution