લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુન 2026 |
1980
આજની એડવાન્સ ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દરરોજ વધુ સ્માર્ટ બની રહ્યું છે. ઈલોન મસ્કનુ માનવું છે કે, ટેકનોલોજી યોગ્ય માર્ગ પર છે અને જાે આ ગતિએ પ્રગતિ ચાલુ રહેશે તો આગામી ચારથી પાંચ વર્ષમાં AI માણસો કરતાં વધુ સ્માર્ટ બની શકે છે.
મસ્ક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. મસ્કેPªer H. Diamandis નામના એક બિઝનેસ મેનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાના વિચાર શેર કર્યા હતા. Diamandis એ ‘X’પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, ‘મનુષ્યનું ભવિષ્ય ફક્ત કમ્પ્યુટિંગ પાવર અને ઉર્જા પર આધારિત નથી, પરંતુ લોકોને નવા વિચારો ઉત્પન્ન કરવા અને મોટી સમસ્યાઓ ઉકેલવા માટે સાધનો અને સંસાધનોની પણ જરૂર છે.’
આ પોસ્ટનો જવાબ આપતા ટેસ્લા અને xAIના CEO ઈલોન મસ્કે લખ્યું કે, AI આગામી ચારથી પાંચ વર્ષમાં એક વિશાળ છલાંગ લગાવવા માટે તૈયાર છે. છૈં એટલી ઝડપથી આગળ વધી રહ્યું છે કે તે મનુષ્યો કરતાં વધુ સ્માર્ટ બની શકે છે. છૈં વિશ્વને બદલી શકે છે અને ઘણી રીતે માનવોને પાછળ છોડી શકે છે.’