લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, મે 2026 |
2277
ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન્સ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા ઇન્ડિયાઝ ડિજિટલ ઇકોનોમી (સાઇડ) ૨૦૨૬ રિપોર્ટ અનુસાર, ભારત પાંચમી સૌથી વધુ ડિજિટલાઇઝ્ડ ઇકોનોમી બની ગયું છે.
૨૦૨૫માં તે આઠમા સ્થાને હતું. જ્યારે દેશ છૈં પ્રદર્શનના મામલે ચિપ્સ-છૈં ઇન્ડેક્સમાં અમેરિકા, ચીન અને સિંગાપોર પછી ચોથા સ્થાને છે. આ ઉછાળો ડિજિટલ કનેક્ટિવિટી, ફિનટેક વિકાસ અને નવીન ક્ષમતામાં સુધારાનું પરિણામ છે. દુનિયાની જીડીપીના ૯૬%ને આવરી લેતા ૭૧ દેશોમાં કરવામાં આવેલા અભ્યાસ દર્શાવે છે કે ભારત ડિજિટલ પ્રદર્શનમાં જર્મની, ફ્રાન્સ, જાપાન અને કેનેડા સહિતની મુખ્ય વિકસિત અર્થવ્યવસ્થાઓથી આગળ નીકળી રહ્યું છે. ભારતે ડિજિટલ માધ્યમોથી લગભગ ૩૧ લાખ કરોડ રૂપિયાનો વેપાર કર્યો અને દુનિયાના બીજા સૌથી મોટા છૈં ટેલેન્ટનું હબ છે.
રિપોર્ટનો સૌથી મોટો નિષ્કર્ષ એ છે કે વિશ્વના ૭૨% છૈં યુઝર્સ હવે વિકાસશીલ દેશોમાં છે. ભારત અને ચીન મળીને વૈશ્વિક છૈં ઉપયોગનો લગભગ ૪૦% હિસ્સો ધરાવે છે. ભારત એકલું વૈશ્વિક છૈં યુઝર્સનો લગભગ ૨૬% હિસ્સો ધરાવે છે.
ભારતમાં છૈં નો ઉપયોગ અને પ્રતિભા તો ઘણી છે, પરંતુ વૈશ્વિક ખાનગી છૈં રોકાણનો માત્ર ૧% હિસ્સો જ મળે છે. એડવાન્સ ચિપ્સ, કમ્પ્યુટિંગ ક્ષમતા અને મોટા છૈં મોડેલ્સ હજુ પણ અમુક જ દેશો પાસે કેન્દ્રિત છે. નિષ્ણાતોના મતે, ભારતે તેના ડિજિટલ સ્કેલને ઇનોવેશન માટે વધુ રોકાણ, સંશોધન અને સ્ટાર્ટઅપ-યુનિવર્સિટી સહયોગને મજબૂત બનાવવો પડશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઝડપી દુનિયામાં અવારનવાર આ સવાલ ઉઠે છે કે બાળકોએ હવે કયો વિષય ભણવો જાેઈએ જેથી ભવિષ્ય સુરક્ષિત રહે. પરંતુ દુનિયાની સૌથી મોટી છૈં ચિપ કંપની એનવીડિયાના ઝ્રઈર્ં જેસન હુઆંગનો અભિપ્રાય આનાથી બિલકુલ અલગ છે.