લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, મે 2026 |
2178
મોંઘવારી ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી. જ્યારે દરેક વ્યક્તિ પહેલાથી જ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી ઝઝૂમી રહ્યો છે, ત્યારે સીએનજી પણ હવે સામાન્ય માણસનું ખિસ્સું ખાલી કરી રહ્યો છે. નોંધનીય છે કે સીએનજીના ભાવ ફરી એકવાર વધ્યા છે. દિલ્હીમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂા.૨ નો વધારો થયો છે. ગઈકાલ સુધી, સીએનજીનો ભાવ રૂા.૮૧.૦૯ હતો. જાેકે, આ રૂા. ૨ના વધારા બાદ સીએનજી હવે દિલ્હીમાં રૂા. ૮૩.૦૯ પ્રતિ કિલોગ્રામના દરે ઉપલબ્ધ થશે.
ઝ્રદ્ગય્ના ભાવ ૧૧ દિવસમાં ચોથી વખત વધ્યા
આજના (૨૬ મે) રૂા.૨ ના વધારા પહેલા, ૨૩ મે, શનિવારના રોજ સીએનજીના ભાવમાં રૂા.૧ પ્રતિ કિલોનો વધારો થઈ ચૂક્યો હતો. અગાઉ, સીએનજીનો ભાવ રૂા.૮૦.૦૯ હતો, જે પછીથી વધીને રૂા.૮૧.૦૯ થયો હતો. નોંધનીય છે કે મે મહિનામાં અત્યાર સુધીમાં સીએનજીના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં હજુ સુધી ઝ્રદ્ગય્ ના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગયા મહિને ભાવમાં ૫૦ પૈસાનો વધારો થયો હતો, અને ત્યારથી, દર રૂા.૮૧ પર યથાવત છે.