લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, મે 2026 |
15147
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્ર પર દેખાવા લાગી છે. ઈરાન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ઈંધણના ભાવમાં થયેલા તોતિંગ વધારાને પગલે અમેરિકાની જાણીતી લો-કોસ્ટ એરલાઈન ‘સ્પિરિટ એરલાઈન્સ’ આર્થિક રીતે ભાંગી પડી છે. બે દાયકામાં આર્થિક તંગીને કારણે કામગીરી સમેટી લેનારી આ અમેરિકાની પ્રથમ મોટી વિમાન કંપની બની છે.યુદ્ધની શરૂઆત પહેલા જેટ ફ્યુઅલના ભાવ પ્રતિ ગેલન ૨.૨૪ ડોલર હતા, જે યુદ્ધના કારણે સર્જાયેલી સપ્લાય ચેઈન વિક્ષેપને પગલે વધીને ૪.૫૧ ડોલર સુધી પહોંચી ગયા છે.
અન્ય ઍરલાઈન્સ પણ લાઇનમાં
આર્થિક વિશ્લેષકોના જણાવ્યા મુજબ, જાે પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો નહીં થાય તો આવનારા સમયમાં અન્ય એરલાઈન્સ પણ આ પ્રકારની નાણાકીય કટોકટીનો સામનો કરી શકે છે