મોંઘવારીનો માર: માર્ચમાં ફુગાવો ૩.૪% પર પહોંચ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, એપ્રીલ 2026  |   27126

મધ્ય-પૂર્વમાં યુદ્ધ અને વિદેશથી સપ્લાય થતી ચીજવસ્તુઓ પર દબાણના વધવાથી કિંમતો પર અસર પડી છે, જેના કારણે ભારતમાં મોંઘવારી વધી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ડેટા મુજબ વાર્ષિક આધારે છૂટક મોંઘવારી દર ફેબ્રુઆરીમાં ૩.૨૧%થી વધીને માર્ચમાં ૩.૪% થયો છે. રાહતની વાત એ છે કે, કેટલાક શાકભાજી અને કઠોળ તેમજ ટૂંકા ગાળા માટે સોનાના ભાવમાં ઘટાડો થવાના કારણે મધ્ય વર્ગને મોંઘવારીમાં આંશિક રાહત મળી છે. દેશના નાગરિકો જે ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે, તેનો ભાવ કેટલો વધ્યો અને કેટલો ઘટ્યો છે, તે આધારે તૈયાર કરાયેલ ગ્રાહક ભાવ સૂચકાંક (સીપીઆઈ)ના ડેટા મુજબ, માર્ચમાં ગામડામાં ૩.૬૩ અને શહેરમાં ૩.૧૧ ટકા છૂટક મોંઘવારી દર નોંધાયો છે.

રૉયટર્સે ૪૫ અર્થશાસ્ત્રીઓ પાસેથી માહિતી મેળવીને અનુમાન લગાવ્યું હતું કે, માર્ચમાં મોંઘવારી દર સામાન્ય ૩.૪૮ ટકા વધી શકે છે. ઈંધણની કિંમતોમાં ઝડપી વધારો થવાથી અને યુદ્ધથી ઉભા થયેલા તણાવના કારણે મોંઘવારીમાં વધારો થયો છે, જાેકે તે જ મહિનામાં સોનાની કિંમત લગભગ ૧૧ ટકા ઘટવાથી મોંઘવારીને આંશિક રીતે કાબુમાં રહી છે.

બીજીતરફ વિશ્વમાં સંકટથી મોંઘવારી ચિંતાજનક સ્થિતિએ વધવાની આશંકા હતી, જાેકે ભારતીય રિઝર્વ બેંક મોંઘવારી કાબુ રાખવામાં સફળ થયું છે. આરબીઆઇ છેલ્લા ૧૨ મહિનાથી ૪ ટકાની નીચે સુધી મોંઘવારી દર જાળવી રાખવામાંસફળ થયું છે.

‘હોર્મુઝ સ્ટ્રેટ’ પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે સત્તાવાર જાહેરાત કરી છે કે, ૧૩ એપ્રિલ ભારતીય સમય મુજબ સાંજે ૭:૩૦ વાગ્યાથી ઈરાની બંદરોની સંપૂર્ણ નાકેબંધી કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન નૌસેના હવે એક્શન મોડમાં આવી ગઈ છે.ઝ્રઈદ્ગ્ર્ઝ્રંસ્ એ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે, ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતા-જતા તમામ દેશોના જહાજાે વિરુદ્ધ આ નાકેબંધી નિષ્પક્ષ રીતે લાગુ કરવામાં આવશે. જેમાં અરબની ખાડી અને ઓમાનની ખાડીના કિનારાની સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. જાેકે, ગેર-ઈરાની બંદરો તરફ જતા જહાજાેની અવરજવર પર કોઈ રોક નહીં હોય, પરંતુ વ્યાપારી જહાજાેને સતત અમેરિકન નૌસેનાના સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.ટ્રમ્પે રવિવારે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને સંકેત આપ્યા હતા કે અમેરિકા ‘અવૈધ ટોલ’ વસૂલતા જહાજાેને રોકશે.

છૂટકમોંઘવારીનો RBIનો અંદાજ

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭માં છૂટક મોંઘવારી દર ૪.૬ ટકા રહેવાનો અંદાજ રાખ્યો છે. અંદાજ મુજબ મોંઘવારી દર પ્રથમ ત્રિમાસિક ((Q1)માં ૪.૦ ટકા, બીજા (Q2)માં ૪.૪ ટકા, ત્રીજા (Q3)માં ૫.૨ ટકા અને ચોથા ત્રિમાસિક (Q4)માં ઘટીને ૪.૭ ટકા રહેવાની સંભાવના છે. એપ્રિલમાં સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આરબીઆઈએ કહ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થાના મુખ્ય આધારસ્તંભ મજબૂત છે, જાેકે વૈશ્વિક તણાવ યથાવત્ રહશે કે પછી વધશે તો દેશ બહારની અસર આ આધારસ્તંભ પર પડી શકે છે.

  આ ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો

જુદા જુદી ચીજવસ્તુઓની કિંમતોની વાત કરીએ તો ક્યાં કિંમતો ઘટી છે, તે ક્યાં કિંમતો વધી છે, જેના કારણે મોંઘવારીમાં આંશિત રાહત મળી છે. ડુંગળી (૨૭.૭૬ ટકા), બટાકા (૧૮.૯૮ ટકા), લસણ (૧૦.૧૮)જેવી શાકભાજીની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે ખાણી-પીણીની કુલ મોંઘવારી કાબુમાં રહી શકી છે. કઠોડમાં તુવેર દાળ અને વટાણ જેવી દાળની કિંમતોમાં પણ ઘટાડો થયો છે.

 ખાણી-પીણી મોંઘી થઈ

ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવમાં થતા ફેરફારનું માપ કરતી ‘કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (સીએફપીઆઈ)’ના ડેટા મુજબ ખાણી-પીણી પણ મોંઘા થયા છે અને તેનો ફેબ્રુઆરીમાં ૩.૪૮% થી વધીને માર્ચમાં ૩.૮૭% થયો છે. આ દર ગામડામાં ૩.૯૬ અને શહેરમાં ૩.૭૧ ટકા નોંધાયો છે. આનાથી એ કહી શકાય કે, જીવનજરૂરી ચીજાેની કિંમતો પર દબાણ વધવાના કારણે ભાવમાં વધારો થયો છે. ઘર સંબંધીત (ભાડું અને મેઈન્ટેનન્સ) મોંઘવારી દર ૨.૧૧ ટકા પર કાબુમાં રહી છે. તેનો દર ગામડામાં ૨.૫૪ ટકા અને શહેરમાં ૧.૯૫ ટકા નોંધાયો છે. એટલે કે ઘર સંબંધીત મોંઘવારી સ્થિર રહી છે.

 ટ્રાન્સપોર્ટ સંબંધિત મોંઘવારી સ્થિર રહી

આ ઉપરાંત પર્સનલ કેર, સામાજિક સુરક્ષા અને અન્ય ચીજવસ્તુઓ-સેવાઓમાં સૌથી વધુ ૧૮.૬૫ ટકા મોંઘી થઈ છે. જ્યારે ટ્રાન્સપોર્ટ સંબંધીત મોંઘવારી સ્થિર રહી છે. શિક્ષણ (૩.૩૦ ટકા), રેસ્ટોરન્ટ અને રહેવાની સુવિધા (૨.૮૮ ટકા)નો ખર્ચ વધવાથી પણ મોંઘવારી આંશિક વધી છે. રાજ્યો મુજબ વાત કરીએ તો સૌથી વધુ મોંઘવારી તેલંગણામાં ૫.૮૩ ટકા, આંધ્ર પ્રદેશમાં ૪.૦૫ ટકા અને કર્ણાટકમાં ૩.૯૬ ટકા નોંધાઈ છે. એકંદરે દેશમાં કેટલીક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે, તો કેટલાકમાં ઘટાડો થયો છે, જેના કારણે વૈશ્વિક સંકટથી જે આશંકા ઉભી થઈ હતી, તે મુજબ મોંઘવારી કાબુ રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution