નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતનો GDPગ્રોથ ૭.૮% રહ્યો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, ઓગ્સ્ટ 2026  |   3564

છેલ્લા કેટલાક દિવસોમાં મોંઘવારી વધવાને કારણે અનુમાન હતું કે ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષે થોડી ડગમગી શકે છે. પરંતુ તાજેતરમાં આવેલા મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિક્સ એન્ડ પ્રોગ્રામ (MoSPI) ના રિપોર્ટે જે આંકડા રજૂ કર્યાં છે તે ચોંકાવનારા છે. આ આંકડા પ્રમાણે ભારતની અર્થવ્યવસ્થાએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન) માં સારી ગતિ બનાવી રાખી છે. આ દરમિયાન દેશનો અસલી GDP  ૭.૮ ટકાના દરથી વધ્યો છે.

હકીકતમાં ૩૧ ઓગસ્ટ સોમવારે MoSPI એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭ના પ્રથમ ક્વાર્ટરના GDP ના આંકડા રજૂ કર્યાં છે. તે પ્રમાણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નોમિનન GDP માં ૧૦.૩ ટકાની તેજી જાેવા મળી છે. સરકાર અનુસાર દુનિયામાં ચાલી રહેલા આર્થિક પડકારો છતાં ભારતીય અર્થવ્યવસ્થાએ પોતાના વિકાસની ગતિ બનાવી રાખી છે.

આ વખતે જીડીપીના આંકડા ૨૦૨૨-૨૦૨૩ને બેઝ યર એટલે કે પાયાનું વર્ષ ગણી જારી કરવામાં આવ્યા છે. સરકારે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના GDP  ની વાર્ષિક અને ક્વાર્ટર ગણતરીની નવી સિરીઝ જારી કરી હતી. ત્યારબાદ ૫ જૂને ૨૦૨૬ એ નાણઆકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના GDP  ના શરૂઆતી એટલે કે પ્રોવિઝનલ આંકડા જાહેર કર્યાં હતા. મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૨- ૨૩, ૨૦૨૩- ૨૪ અને ૨૦૨૪- ૨૫ ના વાર્ષિક આંકડાને પણ અપડેટ કર્યાં છે. તે માટે નવો ડેટા અને અલગ-અલગ સરકારી સ્ત્રોતમાંથી મળેલા આંકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ ક્વાર્ટરથી ૨૦૨૫-૨૦૨૬ના ચોથા ક્વાર્ટર સુધીના GDP  ના આંકડાને અપડેટ કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના પ્રોવિઝનલGDP  આંકડામાં પણ નવા ડેટાને સામેલ કરવામાં આવ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution