દિલ્હીથી લઈને ભુવનેશ્વર સુધી ડુંગળીનો મિજાજ ગરમ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026  |   22473

તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે જ સામાન્ય માણસ માટે ઘર ચલાવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. પહેલાં ખાંડના ભાવે ચિંતા વધારી હતી અને હવે રસોડાની શાન ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. માત્ર એક જ અઠવાડિયાના ગાળામાં ડુંગળીના ભાવમાં ૪૦% જેટલો મજબૂત ઉછાળો નોંધાયો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. તાજેતરના દિવસોમાં દેશના લગભગ તમામ વિસ્તારોમાં ડુંગળીના ભાવ તીવ્ર ગતિએ વધ્યા છે. હાલમાં દેશભરમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ રૂ.૪૦.૭૨ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જાેકે, દિલ્હી-એનસીઆર, મુંબઈ અને કોલકાતા જેવા દેશના મોટા મહાનગરોમાં ગ્રાહકોને ૧ કિલો ડુંગળી માટે રૂ.૫૦ થી રૂ.૬૦ સુધીનો ભાવ ચૂકવવો પડી રહ્યો છે. અહેવાલ મુજબ, ભુવનેશ્વરમાં તો સ્થિતિ વધુ વણસી છે. ત્યાં પહેલાં જે ડુંગળી રૂ.૨૫ થી રૂ.૩૦ પ્રતિ કિલો મળતી હતી, તેના ભાવ વધીને અત્યારે રૂ.૫૫ થી રૂ.૬૦ પ્રતિ કિલો થઈ ગયા છે. સ્થાનિક છૂટક વેપારીઓનું માનવું છે કે માત્ર બે જ દિવસની અંદર ભાવ લગભગ બમણા થઈ ગયા છે. એશિયાની સૌથી મોટી ડુંગળી મંડી ગણાતા મહારાષ્ટ્રના લાસલગાંવમાં જથ્થાબંધ ભાવમાં એક અઠવાડિયામાં જ ૩૦% થી ૪૨% નો વધારો જાેવા મળ્યો છે. એક મહિનાની સરખામણી: શુક્રવાર, ૨૧ ઓગસ્ટના રોજ દેશમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ રૂ.૪૦.૭૯ પ્રતિ કિલો રહ્યો હતો, જે બરાબર એક મહિના પહેલાં એટલે કે ૨૧ જુલાઈના રોજ રૂ.૩૪.૮૭ પ્રતિ કિલો હતો. આમ, છેલ્લા એક મહિનામાં ભાવમાં આશરે ૧૭% નો વધારો થયો છે. વાર્ષિક સરખામણી: જાે ગયા વર્ષ સાથે તુલના કરીએ તો આ વધારો વધુ ચોંકાવનારો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution