ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને મોન્સૂન ટ્રફ પણ સક્રિય છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચારથી પાંચ દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જોકે હાલમાં ભારે કે અતિભારે વરસાદની કોઈ આગાહી નથી.
સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો હોવાથી આગામી દિવસોમાં થનારો વરસાદ રાહતરૂપ બની શકે છે.