લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓગ્સ્ટ 2026 |
31779
એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટના પાયલોટનો ફ્લાઇટ પૂરી થયા બાદ કરાયેલો સાયકોએક્ટિવ સબસ્ટન્સ (ડ્રગ્સ) ટેસ્ટ પોઝિટિવ આવતા ભારતીય એવિએશન સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે. ૪ ઓગસ્ટે ફુકેટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ છૈં૨૩૭૯ સાથે હવામાં જ એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. ક્રૂઝ મોડ દરમિયાન વિમાન અચાનક ૩૦૦ ફૂટ નીચે ખાબક્યું હતું, જાેકે પાયલોટોએ કોઈક રીતે નિયંત્રણ મેળવીને વિમાનને દિલ્હી ખાતે સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. લેબ રિપોર્ટ અનુસાર, ફ્લાઇટ લેન્ડ થયા બાદ લેવામાં આવેલા સેમ્પલમાં પાયલોટ ડ્રગ્સના પ્રભાવ હેઠળ હોવાનું સામે આવ્યું છે. આ સનસનાટીભર્યા ખુલાસા બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય અને એર ઇન્ડિયા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે.