લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુલાઈ 2026 |
2871
વૈશ્વિક હેલ્થકેર જાયન્ટ જાેહન્સન એન્ડ જાેહન્સનએ તેના પ્રખ્યાત બેબી પાવડર અને ટેલ્ક-આધારિત ઉત્પાદનોના કારણે અંડાશયનું કેન્સર થવાનો આરોપ લગાવતા હજારો કેસોમાં ઐતિહાસિક ર્નિણય લીધો છે. કંપની યુનાઇટેડ સ્ટેટ્સમાં ચાલી રહેલા લગભગ ૭૬,૦૦૦ મુકદ્દમાઓનો ઉકેલ લાવવા માટે અંદાજે ઇં૫.૫ બિલિયન (આશરે રૂ. ૪૬,૦૦૦ કરોડથી વધુ) ચૂકવવા સંમત થઈ છે. આ કરાર અમલમાં આવતાં જ કોર્પોરેટ ઈતિહાસના સૌથી લાંબા અને મોટા પ્રોડક્ટ લાયબિલિટી કેસોમાંથી એકનો કાયમી અંત આવી શકે છે.
આ પ્રસ્તાવિત સમજૂતી કરાર હેઠળ અમેરિકાની ફેડરલ અને સ્ટેટ કોર્ટમાં ચાલતા બાકીના તમામ મુખ્ય અંડાશયના કેન્સરના કેસો આવરી લેવાશે. જાેકે, આ સેટલમેન્ટ ત્યારે જ લાગુ થશે જ્યારે કુલ ૭૬,૦૦૦ દાવેદારોમાંથી ઓછામાં ઓછા ૯૫% પીડિતો આ સોદા માટે પોતાની સંમતિ આપશે.મુખ્ય વાદીઓના વકીલોના જણાવ્યા અનુસાર, જાે યોગ્ય દાવેદારોની સંખ્યા વધશે તો વિશ્વની અંતિમ ચૂકવણી ઇં૭ બિલિયન (રૂ. ૫૮,૦૦૦ કરોડ) ને પણ વટાવી શકે છે. કંપની ૨૦૨૭ માં ઇં૩ બિલિયન અને બાકીની રકમ ૨૦૨૮ સુધીમાં ચૂકવવાની યોજના બનાવી રહી છે.જાેહન્સન એન્ડ જાેહન્સન સતત દાવો કરતી આવી છે કે તેના ટેલ્ક-આધારિત ઉત્પાદનો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમાં કેન્સર પેદા કરતું ‘એસ્બેસ્ટોસ’ તત્વ નથી.