પુત્રોના બિઝનેસમાં ઇથેનોલનો હિસ્સો માત્ર નાનો ભાગ : વિવાદ મુદ્દે ગડકરીની સ્પષ્ટતા 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુલાઈ 2026  |   1980

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ દેશમાં ઇથેનોલ બ્લૅન્ડિંગ (પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ)ને લઈને ચાલી રહેલી તમામ અફવાઓ અને વિવાદો પર મોટો ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં થતી ચર્ચાઓને નકારી કાઢતા ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે તેમના પુત્રોના વ્યવસાયમાં ઇથેનોલનું ઉત્પાદન એ માત્ર એક ઘણો નાનો ભાગ છે અને તેને સરકારી નીતિઓ સાથે જાેડવી તદ્દન ખોટું છે. આ સાથે જ તેમણે વાહન ચાલકો માટે એક મહત્વની જાહેરાત પણ કરી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે દેશના ગ્રાહકો માટે ૧૦૦ ટકા શુદ્ધ પેટ્રોલ ખરીદવાનો વિકલ્પ હંમેશા ખુલ્લો રહેશે, પરંતુ આ સુવિધા સાથે એક મોટી શરત જાેડાયેલી છે. જાે કોઈ ગ્રાહક ઇથેનોલ વગરનું એટલે કે સંપૂર્ણ શુદ્ધ પેટ્રોલ ખરીદવા માંગે છે, તો તેણે બજાર ભાવ કરતા વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સસ્તું અને પર્યાવરણને અનુકૂળ હોવાથી સરકાર તેને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ જેઓ આ મિશ્રણ નથી ઈચ્છતા તેમના માટે પ્રીમિયમ કિંમતે સામાન્ય પેટ્રોલ ઉપલબ્ધ કરાવાશે.

આ નીતિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત દર વર્ષે અબજાે રૂપિયાનું પેટ્રોલિયમ વિદેશથી મંગાવે છે. જાે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવામાં આવે, તો તે દેશના ખેડૂતો માટે આવકનો નવો સ્ત્રોત બને છે અને સાથે જ ગ્રાહકોને પણ સસ્તું ઇંધણ મળે છે. ગડકરીએ ભારપૂર્વક કહ્યું કે સરકાર કોઈપણ ગ્રાહક પર બળજબરી કરી રહી નથી, પરંતુ પર્યાવરણીય ફાયદાઓ અને આર્થિક બચતને જાેતા ઇથેનોલ-બ્લેન્ડેડ ઇંધણ શ્રેષ્ઠ વિકલ્પ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution