ભારતે જૂનમાં રશિયા પાસેથી રૂા.૪૯,૦૦૦ કરોડનું ક્રૂડ ઓઇલ આયાત કરી ઐતિહાસિક રેકોર્ડ કર્યો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, જુલાઈ 2026  |   1980


સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતે જૂન ૨૦૨૬ માં રશિયા પાસેથી ૪૯,૦૦૦ કરોડનું ક્રૂડ ઓઇલ આયાત કરીને એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. આ આંકડો પાછલા મહિના (મે) કરતા ૩૪% વધુ છે. 

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને પશ્ચિમી દેશોની ચેતવણીઓ છતાં, ભારતીય રિફાઇનરીઓએ સસ્તા અને ડિસ્કાઉન્ટેડ ક્રૂડ ઓઇલ ખરીદીને દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવી છે. આ રેકોર્ડ આયાત સાથે, ભારત ચીન પછી રશિયન તેલનો વિશ્વનો બીજાે સૌથી મોટો ખરીદદાર બની ગયો છે. જૂનમાં રશિયા પાસેથી ભારતની કુલ અશ્મિભૂત ઇંધણ આયાતમાં એકલા ક્રૂડ ઓઇલનો હિસ્સો ૮૩% હતો. રિપોર્ટ અનુસાર, જૂન દરમિયાન ભારતની કુલ ક્રૂડ ઓઇલ ખરીદીમાં ૫.૪% નો વધારો થયો છે, જેમાં રશિયન તેલ સૌથી ઝડપી વૃદ્ધિ માટે જવાબદાર છે. ભારતીય રિફાઇનિંગ કંપનીઓએ રશિયન તેલના ડિસ્કાઉન્ટેડ ભાવોનો સંપૂર્ણ લાભ લીધો હતો.

 પશ્ચિમી પ્રતિબંધો છતાં નિકાસ ભારતીય રિફાઇનરીઓએ રશિયન ક્રૂડ ઓઇલ પ્રોસેસિંગ દ્વારા ઉત્પાદિત પેટ્રોલિયમ ઉત્પાદનો પશ્ચિમી દેશો (EU, USA,, ઓસ્ટ્રેલિયા) ને વેચ્યા જેમણે રશિયા પર પ્રતિબંધો લાદ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution