તાપી સમાચાર

 • ગુજરાત

  ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 575 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,386 કેસ

  અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 575 થી વધુ નોંધાયા છે. જેની સામે 459 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4415 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 575 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,386 થયો છે. તેની સામે 2,65,831 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3041 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3041 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 46 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3094 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,65,831 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4415 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયેલ છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ઉનાળાની એન્ટ્રીઃ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો 

  ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૮.૯ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૩૮ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. પરંતુ ઉત્તર ગુજરાત, સૌરષ્ટ્ર-કચ્છમાં આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી ૪-૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના નથી.
  વધુ વાંચો
 • ગુજરાત

  માંડવી તાલુકાના વરેઠી ગામે ચોરીનો સામાન ભંગારમાં વેચતા બે શખ્સ ઝડપાયા

  માંડવી, માંડવી પોલીસને બાતમી મળી હતી કે માંડવીનાં વરેઠી ગામ ખાતે રહેતા જાેન રાજેશભાઇ ચૌહાણ અને આશિષ રાજેશભાઇ ચૌહાણ બીજાનાં ખેતરો માંથી મોટરો અને મશીનો ચોરી કરવાની ગુણકીય પ્રવૃત્તિ કરે છે. જેથી પી.એસ.આઈ. દર્શન રાવ દ્વારા પોતાના બાતમીદારોને કામે લગાડતા તેઓ દ્વારા તડકેશ્વર કબ્રસ્તાનની બાજુની જમીન માંથી બે વાર મોટર અને અન્ય કોઈ જગ્યાએથી લોખંડનાં મશીનો ચોરી કરી કરંજ મુકામે ભંગારનું કારખાનું ચલાવતા સાબીદખાન ખાલિદ હુસેન ને વેચી દેવાનું જણાતા પોલીસ દ્વારા સબીદનાં કારખાને જઈ વાતની પુષ્ટિ કરી બંને ચોર ભાઈઓને દબોચી લેવામાં આવ્યા હતા. ચોરેલો માલ વગર પુરાવા જાેયે ખરીદી પોતાનાં ફાયદા માટે તેને તોડી તેનું અસ્તિત્વ નાશ કરી ભંગારમાં ઉમેરી દેતા તેના વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  માંડવીના દુધમોગરા ખાતે દુકાનમાં ઘુસી ટેન્કર પલટી ગયુંઃસદ્‌ભાગ્યે જાનહાની નહીં

  માંડવી, માંડવી તાલુકાનાં દુધમોગરા ગામ ખાતેથી પસાર થતા એક એસિડ ભરેલ ટેન્કર (નં. જી.જે.૧૮.એ.એક્સ.૫૭૧૨) નાં ચાલક ઓમપ્રકાશ ગંગારામ બામણિયા (રહે. વડોદરા) દ્વારા રાત્રીનાં ૧૨ઃ૩૦ નાં સુમારે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી પલ્ટી મરાવતા આખા માર્ગ પર એસિડ પથરાય ગયું હતું. તેમજ માર્ગની બાજુમાં આવેલ દુકાનો અને લારીઓને પણ અડફેટે લઈ તેને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય એ છે કે થોડા દિવસોનાં અંતરે ટ્રક ચાલકો દ્વારા માર્ગની બાજુમાં ઉભેલ, ફૂટપાથ પર સુતેલ કે પસાર થતા વાહન ચાલકોને અડફેટે લેતા નિર્દોષો ભોગ બની પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. સદ્દનસીબે આ ઘટના મોડી રાત્રીએ થતા કોઈ જાનહાની થઈ નથી. તેમજ આ અકસ્માત દુધમોગરા મંદિર સામે જ થયો છે જ્યાં રોજ દર્શનાર્થીઓની ભીડ જામેલી રહે છે. તો આ ઘટના દિવસે થતે તો કેટલા નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવવો પડતે તે વિચાર માત્રથી પ્રજાજનોનાં રૂંવાટા ઉભા થઇ ગયા છે. તો આવી ઘટનાઓને અટકાવવા સરકાર દ્વારા કોઈ કડક કાયદો બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉભી થઇ છે.
  વધુ વાંચો