લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, નવેમ્બર 2025 |
પટણા |
20196
6 નવેમ્બરે પ્રથમ તબક્કાનું 18 જિલ્લામાં 121 બેઠકો માટે મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના પડધમ આજે સાંજે શાંત થશે. આ પછી ઉમેદવારો પાસે તેમના સ્થાનિક સમર્થકો સાથે ઘરે ઘરે જઈને મતદારોને આકર્ષવા માટે માત્ર 24 કલાક હશે. આજે પ્રથમ તબક્કાના પ્રચારનો છેલ્લો દિવસ છે અને NDA અને મહાગઠબંધનના નેતાઓ આજે અનેક જિલ્લાઓમાં જાહેર સભાઓ કરશે જનતાને તેમના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરશે.
પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરના રોજ યોજાવાનું છે. તંત્ર દ્વારા આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છ. 18 જિલ્લાઓમાં 121 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેમાં 102 સામાન્ય અને 19 અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 121 બેઠકો માટે કુલ 37,513,302 મતદારો મતદાન યાદીમાં છે. 6 નવેમ્બરના રોજ 1,314 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા1314 ઉમેદવારોમાંથી 122 મહિલાઓ અને 1192 પુરુષો છે. પ્રથમ તબક્કાના મતદાન માટે રાજ્યભરમાં કૂલ 45341 બૂથ ઉભા કરવામાં આવ્યા છે.