નવસારી સમાચાર

 • ગુજરાત

  વાંસદાના વાંગણ સહિતના ગામોમાં કંસેરી માતાની પૂજા

  રાનકુવાવાંસદા તાલુકાના આદિવાસીઓ કંસેરી માતાની પૂજા નું આયોજન કરી રહ્યા છે. કંસેરી માતાની સાથે વાંસદા તાલુકાના કેટલાક ગામોમાં આદિવાસીઓની કુળદેવી એવી માવલી માતા ની પણ પૂજા કરવામાં આવે છે. લોકો ખૂબજ ભક્તિભાવપૂર્વક આ પૂજા કરે છેય આદિવાસી પરિવાર કાંઈ પણ નવુ કામ કરતા પહેલા પોતાની કુળદેવીની પૂજા કરે છે. આદિવાસીઓ દિવાળી પહેલા તેમજ દિવાળી બાદ નવા ખાધની લણણી બાદ ખાધ નો ઉપયોગ કરતા પહેલા કંસેરી માતાની પૂજા કરે છે. કંસેરી માતાને આ ધાન્ય વધેરવામાં આવે છે અને ત્યાર પછી આદિવાસીઓ આ અનાજનો ઉપયોગ કરે છે. આ લણેલા અનાજને આદિવાસીઓ કંસેરી માતાની સાથે માવલી માતા ને પણ ચઢાવે છે. અને હવે આ પૂજા વાંસદા તાલુકાના અલગ અલગ ગામોમાં રાખવામાં આવી રહી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  ચીખલીમાં એક પી.એસ.આઈ.ની બદલી અને નવા ત્રણનું આગમન

  રાનકુવારાજ્ય પોલીસ વડા દ્વારા રાજ્યના ૧૨૯ જેટલા પી.એસ.આઈની બદલી કરાતા નવસારી જિલ્લાના ૨ પી.એસ.આઈની બદલી થવા પામી છે. તેની સાથે નવસારી જિલ્લામાં ૩ જેટલા પી.એસ.આઇનુ આગમન થવા પામ્યૂ છે. નવસારી જિલ્લામાંથી બદલી થયેલા જિલ્લા ટ્રાફિક શાખામાં પી.એસ.આઇ તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ હરિસિંહ ની બદલી છોટાઉદેપુર ખાતે તેમજ ચીખલી પોલીસ મથકે ફરજ બજાવતા રાકેશકુમાર ઠુંમર ની અમદાવાદ ખાતે બદલી થવા પામી છે. તો બીજીતરફ અમદાવાદ શહેર માંથી કડીવાલા સમીર જયહિન્દભાઈ તેમજ સૂર્યવંશી અજય રમેશભાઈ અમદાવાદ શહેરમાંથી નવસારી જિલ્લામાં બદલી પામ્યા છે. જ્યારે સુરત ગ્રામ્ય ખાતે ફરજ બજાવતા જાગૃત નવીનચંદ્ર જોશી ની બદલી નવસારી જિલ્લામાં થવા પામી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  બીલીમોરાના પારસી અંજુમન ટ્રસ્ટના નવા ટ્રસ્ટીઓની નિમણૂક

  રાનકુવાબીલીમોરા પારસી અંજુમન ટ્રસ્ટ ફંડ્‌સની આગામી ટર્મ માટે મરઝબાન બારીઆ તથા હોમયાર મેઘોરાની સર્વાનુમતે ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સભાની શરૂઆત પહેલાં ટ્રસ્ટના ટ્રસ્ટી સ્વર્ગસ્થ જાલભાઈ વાસનિયા અને પારસી સમાજના હાલમાં જ મૃત્યુ પામેલા ગૃહસ્થો અને બાંનુઓ ને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.  મરઝબાન બારીઆની ટ્રસ્ટી તરીકેની મુદત પૂર્ણ થતાં તથા અન્ય બીજા એક ટ્રસ્ટી મળીને બેની નિમણૂક કરવાની હોવાથી રૂસ્તમબાગ ખાતે પારસી સમાજના લોકો એકત્રિત થયા હતા. જેમાં આગામી ૭ વર્ષની મુદત માટે ટ્રસ્ટી તરીકે મરઝબાન નાદરસા બારીઆ તથા હોમયાર નરીમાન મેઘોરાની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે મરઝબાન બારીઆ છેલ્લા ૨૮ વર્ષ અને ૪ ટર્મથી ટ્રસ્ટી તરીકેનો હોદ્દો ભોગવતા આવ્યા છે. આ તેમની ૫ મી ટર્મ છે. ટ્રસ્ટના ઇતિહાસમાં કોઈપણ દિવસ ઇલેક્શન થયું નથી. બધા સાથે ભેગા મળીને સર્વાનુમતે સમાજનું કામ કરતા આવ્યા છે. તેવી જ રીતે આ વખતે પણ બંને ટ્રસ્ટીઓની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી હતી. સભાનું સમગ્ર સંચાલન મેનેજિંગ ટ્રસ્ટી ધનજીશા અવારી એ કર્યું હતું.
  વધુ વાંચો
 • ગુજરાત

  ફિલ્મી સ્ટન્ટ જેવા દૃશ્યો હાઇવે પર જોવા મળ્યા, એક કારનું ટાયર ફાટતા થયું એવુ કે..

  નવસારી-નેશનલ હાઇવે નંબર 48 પર નવસારીના મટવાડ ખાતે આવેલી અંબિકા નદીના બ્રિજ પર એક સાથે પાંચ કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે, સદનસિબે અહીં કોઈજાનહાની થઈ ન હતી. એક સાથે પાંચ કાર એક પછી એક પાછળ અથડાતા લોકો બે ઘડી માટે જોવા માટે ઊભા રહી ગયા હતા. ફિલ્મોમાં જોવા મળતાં દ્રશ્યો નવસારી ખાતે નેશનલ હાઇવે પર જોવા મળ્યાં હતાં. મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર નવસારીના મટવાડ પાસે અંબિકા નદી પર આવેલા બ્રિજ પર આજે મુંબઈથી અમદાવાદ તરફ જતાં માર્ગ પર એક સેન્ટ્રો ગાડીનું ટાયર ફાટી ગયું હતું. જે બાદમાં કારની પાછળ પૂરપાટ આવી રહેલી અન્ય કારની ટક્કર થઈ હતી. એક પછી એક એમ પાંચ કાર અથડાઈ હતી. જોકે, સબનસિબે આ બનાવમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. બનાવ બાદ અહીં ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થયા બાદ સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
  વધુ વાંચો