હેલ્થ એન્ડ ફિટનેસ સમાચાર

 • હેલ્થ એન્ડ ફિટનેસ

  જંક ફૂડથી બાળકોના માનસિક વિકાસ પર ખરાબ અસર પડે છે

  અત્યારની જીવનશૈલીમાં કિશોર ઉંમરના બાળકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે. કિશોર વયના બાળકો જંક ફૂડ ખાવાના વધારે શોખીન હોય છે. પરંતુ તેઓ એ વાત અજાણ હોય છે કે જંક ફૂડથી તેમના મગજના વિકાસ પર અસર થાય છે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે. નવા રિસર્ચના સંશોધક કેસાંદ્રા લોવે અને તેમની ટીમના જણાવ્યા પ્રમાણે, કિશોરાવસ્થા દરમિયાન બાળકો બે રીતે સંવેદનશીલ હોય છે. એક તરફ બાળકોના મગજમાં નિર્ણય લેવાની ક્ષમતા વિકસિત થઈ રહી હોય છે તો બીજી તરફ તેમના મગજમાં પોતાને ખુશ કરવાની ઇચ્છા વધી જાય છે જેનાથી તેમની ખાવા-પીવાની આદત પર ખરાબ અસર થાય છે. આ બંને કારણોથી કિશોરોના મનમાં નકારાત્મક પરિવર્તન આવે છે. 'ધ લાન્સેટ ચાઈલ્ડ એન્ડ એડોલેસન્ટ હેલ્થ' ના જણાવ્યા અનુસાર, કિશોરવસ્થામાં વર્તનમાં ઝડપથી ફેરફાર થાય છે અને તેને રોકવા માટે તે જરૂરી છે કે આ ઉંમરના બાળકોને સ્વસ્થ આહાર આપવામાં આવે તે જરૂરી છે.  સંશોધકોના જણાવ્યા અનુસાર, કિશોરવયના બાળકો વધુ કેલરી અને ખાંડવાળા ખોરાકનું વધારે સેવન કરે છે કેમ કે, તેમનામાં પોતાની જાતને નિયંત્રણ રાખવાની ક્ષમતા ઓછી હોય છે. આ ઉંમરના બાળકોનો મગજનો વિકાસ થતો હોય ત્યારે આવી સ્થિતિમાં તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે આહારનું સેવન કરે છે. આ ઉંમર દરમિયાન તેમના મગજમા નિયંત્રણની ક્ષમતા ઓછી હોય છે જેના કારણે તેઓ પોતાની જાતને જંક ફૂડ ખાવાથી રોકી નથી શકતા.  સંશોધકોના જણાવ્યા પ્રમાણે, એક બીજી બાબત પર ધ્યાન આપવાની જરૂર છે. આપણે જોવું જોઈએ કે કેવી રીતે કસરત મગજમાં થઈ રહેલા આ ફેરફારોને નિયંત્રિત કરી શકે છે અને કિશોરોને વધુ સારા આહારના વિકલ્પ પસંદ કરવામાં મદદ કરી શકે છે. આ રિસર્ચના પરિણામો દર્શાવે છે કે, કસરત મગજના જ્ઞાનાત્મક નિયંત્રણમાં સુધારો કરે છે અને રિવોર્ડ સિસ્ટમની સંવેદનશીલતાને પણ અટકાવે છે, જેનાથી બાળકો જંકફૂડ પસંદ કરવાનું ટાળે છે. કિશોરવયના બાળકોને જંકફૂડને કારણે મગજને થતા નુકસાન વિશે જણાવવું મહત્વપૂર્ણ છે, જેથી તેઓ સ્વસ્થ આહાર પસંદ કરી શકે.  
  વધુ વાંચો
 • હેલ્થ એન્ડ ફિટનેસ

  સવારે કોફી પીતી વખતે મિક્સ કરી લો આ 3 વસ્તુઓ!

  ઘણાં લોકો એવા હોય છે જેમની સવાર ચા-કોફી વિના થતી જ નથી. એમાં સેલિબ્રિટીસ પણ સામેલ છે. મોટાભાગના સેલિબ્રિટીસ પણ સવારની શરૂઆત બ્લેક કોફીથી કરે છે. કોફીમાં રહેલું કેફીન મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે અને એનર્જી અને ફ્રેશનેસ પણ આપે છે. કોફી શરીરમાં ફેટ બર્નિંગ પ્રોસેસને ફાસ્ટ કરે છે. મૂડ સારો કરે છે. પણ જો કોફીને વધુ હેલ્ધી રીતે પીવામાં આવે તો તેનાથી અઢળક ફાયદાઓ મેળવી શકાય છે. જી હાં, આ જે અમે તમને એવી બેસ્ટ વસ્તુઓ વિશે જણાવીશું, જે તમે તમારી કોફીમાં મિક્સ કરી લેશો તો તમારી કોફી ખૂબ જ હેલ્ધી બની જશે. આ રીતે તૈયાર કરો કોફીનું મિશ્રણ  1/3 કપ નારિયેળ તેલ લઈને તેમાં 1 ચમચી તજનો પાઉડર અને 1 ચમચી કોકો પાઉડર મિક્સ કરી દો. હવે આ મિશ્રણને એક કાંચની શીશીમાં ભરીને ફ્રીઝમાં રાખી દો. સવારે તમારી 1 કપ કોફીમાં 1 ચમચી આ મિશ્રણ મિક્સ કરીને કોફી બનાવો. વજન ફટાફટ ઉતારવા આવી કોફી પીવો દરરોજ સવારે કોફી બનાવતી વખતે 1 ચમચી મિશ્રણ તેમાં નાખીને પીવાથી વજન ઝડપથી ઉતરશે અને પેટની ચરબી પણ દૂર થશે. એનર્જી :કોફીમાં રહેલું કેફીન થાક દૂર કરવાની સાથે શરીરને એનર્જી પણ આપે છે. કોફી પીવાથી તરોતાજા ફીલ થાય છે. રોજ આ કોફી પીવાથી સ્ટેમિના પણ વધે છે. એન્ટીએજિંગ :જો તમને એવું લાગી રહ્યું હોય કે તમે નાની ઉંમરમાં જ ઘરડાં જેવા દેખાઈ રહ્યાં છો તો પણ આ કોફી અસરકારક છે. આમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ બીમારીઓથી બચાવે છે અને એન્ટીએજિંગનું પણ કામ કરે છે. કેન્સર અને સ્ટ્રોક :એક રિસર્ચ પ્રમાણે કોફીનું રોજ સેવન કરવાથી લીવર કેન્સર જેવી ઘાતક બીમારી સામે પણ રક્ષણ મળે છે. ઉપર જણાવેલી નેચરલ વસ્તુઓ કોફીમાં મિક્સ કરીને પીવાથી તે બ્લડ સર્ક્યુલેશન વધારે છે. જેનાથી સ્ટ્રોકનો ખતરો પણ દૂર થાય છે.
  વધુ વાંચો
 • હેલ્થ એન્ડ ફિટનેસ

  પ્રેગ્નેન્સી દરમિયાન રોજ આ 1 વસ્તુ ખાઈ લેવાથી માતા અને બાળક બંને એકદમ સ્વસ્થ રહેશે

  પ્રેગ્નેન્સી દરેક મહિલાના જીવનમાં સૌથી ખાસ સમય હોય છે. આ સમયે મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. ખાવાપીવામાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. તમે ક્યારે શું અને કેટલી માત્રામાં ખાવું તેની સાથે ગર્ભસ્થ બાળક અને માં બંને અસર થાય છે. જેથી ઈમ્યૂનિટી વધારે એવી નેચરલ વસ્તુઓ ખાવી જોઈએ. જેમાં તુલસીને બેસ્ટ ઔષધી માનવામાં આવે છે. તે પ્રેગ્નેન્સી દરમિયાન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ચાલો જણાવીએ તેના ફાયદા. તુલસીમાં વિટામિન એ સારી માત્રામાં હોય છે. જેથી તેને રોજ ખાવાથી આંખોની રોશની વધે છે. પ્રેગ્નેન્સીમાં લોહીની કમીની સમસ્યા મોટાભાગની મહિલાઓમાં જોવા મળે છે. એવામાં આ સમયે ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી છે. તુલસીના પાન ખાવાથી શરીરમાં લોહીની કમીને દૂર કરી શકાય છે. પાણીમાં સહેજ મીઠું નાખી તેમાં તુલસીના 2-3 પાન પલાળીને પછી ચાવીને ખાવા. તેનાથી શરદી-ખાંસી, એલર્દીની સમસ્યા થતી નથી અને પ્રેગ્નેન્સીમાં નાની-મોટી તકલીફો સામે પણ રક્ષણ મળે છે. તુલસીમાં ભરપૂર મેગ્નેશિયમ હોય છે. મેગ્નેશિયમ પ્રેગ્નેન્સીમાં વધતાં તણાવને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તે ગર્ભસ્થ બાળક માટે પણ ફાયદાકારક છે. પ્રેગ્નેન્સીમાં તુલસીના પાન ખાવાથી પેટ દુરસ્ત રહે છે. અપચો અને પેટની બીમારીઓમાં પણ આરામ મળે છે. પ્રેગ્નેન્સીમાં મોટાભાગની મહિલાઓને કબજિયાતનો પ્રોબ્લેમ થઈ જાય છે. તો આ સમયે તુલસીના પાન ખાવાથી ઘણો ફાયદો મળશે. રોજ સવારે તુલસીના 2-3 પાન ખાઈ લેવાથી પ્રેગ્નેન્સીમાં થતું મોર્નિંગ સિકનેસ અથવા ઊબકાંની સમસ્યામાં આરામ મળે છે.  તુલસીમાં રહેલી એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી બોડીમાં થતાં દુખાવા અને સોજામાં ફાયદાકારક હોય છે.  પ્રેગ્નેન્ટ મહિલાઓએ તુલસીની હર્બલ ટી પણ પીને તેના ફાયદાઓ મેળવી શકે છે.  
  વધુ વાંચો
 • હેલ્થ એન્ડ ફિટનેસ

  જાણો કેટલા વાગ્યા પછી ભોજન કરવું તમારા હૃદય માટે સારું નથી?

  વર્ષોથી ભારતમાં સૂર્યાસ્ત પહેલાં ભોજનની માન્યતા પર અમેરિકન સંશોધનકારોએ પણ મહોર મારી છે. તેમનો દાવો છે કે જો તમે સાંજે 6 વાગ્યા પછી ભોજન કરો છો તો તેનાથી મેદસ્વિતા અને ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો રહે છે. હકીકતમાં માણસના આરોગ્યની વાત આવે છે ત્યારે ‘આપણે શું ખાઈએ છીએ’ની સાથે એ પણ એટલું જ મહત્ત્વનું છે કે ‘આપણે ક્યારે ખાઈએ છીએ.’ અમેરિકન નિષ્ણાતોનું કહેવું છે કે માનવશરીર તેની આંતરિક ઘડિયાળ પ્રમાણે પ્રતિક્રિયા આપે છે. આપણું પેટ પાચકરસ ઉત્પન્ન કરે છે અને રાત્રે પાચનતંત્ર ઓછી લાળ બનાવે છે. આ ઉપરાંત ભોજનને આગળ વધારતાં આંતરડા સંકોચાઈ જાય છે અને આપણે હોર્મોન ઈન્સ્યુલિન પ્રત્યે ઓછા સંવેદનશીલ થઈ જઈએ છીએ. શરીરની આંતરિક ઘડિયાળ પર કામ કરતા કેલિફોર્નિયાની સાક ઈન્સ્ટિટ્યુટના પ્રો. સૈચિન પાંડાના કહેવા પ્રમાણે, શરીર આંતરિક ઘડિયાળનું ચુસ્ત પાલન કરે છે. આ વાતની પુષ્ટિ માટે ઉંદરનાં બે જૂથને એક સમાન કેલરી ધરાવતું ભોજન આપીને પ્રયોગ કરાયો હતો. ફર્ક ફક્ત એટલો હતો કે ઉંદરોના પહેલા જૂથની ભોજન સુધીની પહોંચ 24 કલાક હતી, જ્યારે બીજા જૂથને દિવસે આઠ કલાક જ ભોજન અપાતું. કેટલાક દિવસ પછી ખબર પડી કે પહેલા જૂથનું વજન વધ્યું હતું. આ જૂથમાં કોલેસ્ટરોલ પણ વધુ દેખાયું અને ટાઈપ-2 ડાયાબિટીસ જેવાં લક્ષણ દેખાવા લાગ્યાં. જ્યારે જે જૂથને નક્કી સમયે દિવસે ભોજન અપાયું હતું, તેઓ સ્વસ્થ જણાયા. મહત્ત્વની વાત એ પણ સામે આવી કે બીજા જૂથમાં ટાઈપ-2 ડાયાબિટીસ સામે લડવાની ક્ષમતા વિકસી ગઈ હતી. અમેરિકન હાર્ટ એસોસિયેશનમાં રજૂ કરાયેલા આ સંશોધનથી માલુમ પડ્યું છે કે જે લોકો રાત્રે સૂઈ જાય તેના એક કલાક પહેલાં ભોજન કરે છે તેમનું શરીર લોહીમાં સુગર યોગ્ય રીતે નિયંત્રિત નથી કરી શકતું, પરંતુ દિવસે સમયસર ભોજન કરનારાનું શરીર બરાબર કામ કરે છે. પ્રો. પાંડા માને છે કે, સમયસર ભોજન આરોગ્ય માટે સારી બાબત છે કારણ કે તેનાથી આંતરડાંને પોતાની મરમ્મત કરવાનો પણ સમય મળે છે. રોજેરોજ પાચન વખતે આંતરડાંની 10માંથી એક કોષિકાને નુકસાન પહોંચે છે. મોડી રાતે ભોજન અને સવારે ઝડપી બ્રેકફાસ્ટ કરવાથી આંતરડાને મરમ્મતનો સમય ઓછો મળે છે. એટલે દિવસે ભોજનનો સમય નક્કી કરો અને તેને વળગી રહો કારણ કે જુદા જુદા સમયે ભોજન કરવાથી પાચકરસ બનાવતી સિસ્ટમમાં ખલેલ પડે છે.
  વધુ વાંચો