ગરબા સ્થળે ખાણીપીણીના સ્ટોલનું લાઇસન્સ અને રજિસ્ટ્રેશન મેળવી લેવા તાકીદ
17, સપ્ટેમ્બર 2025 વડોદરા   |   2772   |  

પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી

વડોદરા શહે૨માં વિવિધ સ્થળે યોજવામાં આવતા ગરબા મહોત્સવમાં ખાણીપીણી માટે હંગામી ફુડ સ્ટોલ ચલાવતા ધંધાર્થીઓને વડોદરા કોર્પોરેશને ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ લાઈસન્સ અને ૨જિસ્ટ્રેશન મેળવી લેવા કહ્યું છે. તેના સિવાય તેઓ ધંધો નહીં કરી શકે. આ સંદર્ભે ગરબા આયોજકોને પણ સૂચના આપવામાં આવી છે.

નવરાત્રી મહોત્સવ દરમિયાન જો ચેકિંગમાં લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વિના ધંધો કરતા કોઈ જણાશે તો સ્ટોલધારક તેમજ ગરબા આયોજકની સામે કુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ કાર્યવાહી ક૨વામાં આવશે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર જઈ ન્યુ લાઇસન્સ-રજિસ્ટ્રેશનના પોર્ટલ પર ઓનલાઇન કાર્યવાહી કરી લાઈસન્સ-રજિસ્ટ્રેશન મેળવી લેવા સુચના આપવામાં આવી છે. આ મુદ્દે કોઈ પણ તકલીફ ઉભી થાય તો ડેઝીગ્રેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર કચેરીનો સંપર્ક કરવા કહ્યું છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરોની ટીમો દરેક સ્થળે આકસ્મિક ચેકીંગની કામગીરી કરશે. ચેકિંગ દરમિયાન જો ફૂડ સ્ટોલમાં સ્વચ્છતા નહીં હોય તો તે સંદર્ભે પણ કાર્યવાહી હાથ ધરશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution