આજવા બેરેજ બનાવવા માટે સિંચાઇ વિભાગ દ્વારા ટેન્ડર ખોલાયા
17, સપ્ટેમ્બર 2025 વડોદરા   |   2178   |  

પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા કુલ ૮ ચેકડેમોની કામગીરી પૂર્ણ કરાઈ

વિશ્વામિત્રી ક્લીયરીંગ, રીસેક્સનીંગ એન્ડ ડીસીલ્ટીંગમારેઠા થી પિંગલવાડા 0 કિ.મી થી ૨૫.૭૫૦ કિ.મી.ની કામગીરી પૂર્ણ કરવામા આવી છે.

વિશ્વામિત્રી રિજુવેનાઇઝેશન પ્રોજેક્ટ અંગે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર રાહુલ ચૌહાણે જણાવ્યું કે, ડિસિલ્ટિંગ દરમિયાન નીકળેલ માટીનો જથ્થો ૧૦,૪૨,૧૫૦ ઘનમીટર છે અને વિશ્વામિત્રી નદીમાંથી નીકળેલ માટી વડોદરા, કરજણ અને પાદરાના ગ્રામ પંચાયતોને તેઓની માંગણી મુજબ અલગ અલગ જગ્યાઓ પર નાખી આપવામા આવ્યો છે. જ્યારે વિશ્વામિત્રી નદીની અંદર મગરનાં દરો જેવી જગ્યાઓ વન વિભાગ તેમજ વોલેન્ટીયરના માર્ગદર્શન હેઠળ જળચર જીવનું ધ્યાન રાખીને છોડવામાં આવ્યા છે. ગુજરાત રાજય માનવ અધિકાર આયોગની નીમાયેલી કમીટી દ્વારા વિશ્વામિત્રી નદીની સમાયન્તરે સ્થળ મુલાકાત કરી તેમના માર્ગદર્શન હેઠળ કામગીરી પૂર્ણ કરવામા આવી છે.

વિશ્વામિત્રી નદીને મળતી કાંસોની સફાઈની કામગીરી બીલ-ચાપડ, વરણામા-ઢાઢર, વડસલા-ઇટોલા, હંસાપુરા-પાતરવેણી, રૂપારેલ કાંસ એમ મળી કુલ ૧૪ કિ.મીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને જાંબુવા કોતર જેમાં કુલ ૨૫ કિ.મીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ટુંકાગાળાનાં ભાગરૂપે વિશ્વામીત્રી નદી પર આવેલાં કુલ ૬(છ) ચેકડેમોની કામગીરી રૂ.૮૪ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. તેમજ પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા કુલ ૮ ચેકડેમોની કામગીરી રૂ.૧૧૮.૧૭ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે.

ખલીપુર અને કારલી પાસે વિશ્વામિત્રી નદીમાં આપેલ સેકશન કરતા વધારે પહોળા સેકશન કરવાની કામગીરી કરવામાં આવી છે.

જ્યારે લાંબાગાળાની કામગીરીનાં ભાગરૂપેની કરવાની કામગીરી અંતર્ગત કુલ-૮૦ કરોડનાખર્ચે આજવા બેરેજ બનાવવાની કામગીરીનું ટેન્ડર ખોલવામાં આવ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution