17, સપ્ટેમ્બર 2025
પ્રોવો |
2574 |
રેડફોર્ડ જાણીતા પર્યાવરણવાદી પણ હતા, ઇન્ડિપેન્ડન્સ સિનેમાની ચળવળ ચલાવી હતી
ઓસ્કર વિજેતા ડિરેક્ટર, અભિનેતા, હોલિવૂડનો ગોલ્ડન બોય ઉદારવાદના પ્રબળ સમર્થક અને સ્વતંત્રત સિનેમાના ગોડફાધર મનાતા હોલિવૂડ સ્ટાર રોબર્ટ રેડફોર્ડનુ ૮૯ વર્ષની વયે નિધન થયું છે. હોલિવૂડના અનેક કલાકારોએ જણાવ્યું છે કે હોલિવૂડે ફક્ત કલાકાર અને એક સર્જક જ નહીં પણ એક સિંહ ગુમાવ્યો છે. તેમણે યુટાહમાં તેમના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
૧૯૬૦ના દાયકામાં સ્ટારડમ મેળવનારા રોબર્ટ રેડફોર્ડ સીત્તેરના દાયકાના સુપરસ્ટાર હતા. તેમની ધ કેન્ડિડેટ, ઓલ ધ પ્રેસિડેન્ટ મેન અને ધ વે વી આર જેવી ફિલ્મોએ લોકોને ઘેલુ લગાડયું હતું. તેમને ૧૯૮૦માં ઓર્ડિનરી ફિલ્મ માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મને પણ ૧૯૮૦માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
રેડફોર્ડ ગ્લેમરવિહીન રોલમાં પણ તેમણે પ્રશંસનિય અભિનય કર્યો હતો. તેમની અભિનય પ્રત્યેની પ્રતિબદ્ધતાએ લો-બજેટ ફિલ્મોને ઓક્સિજન પૂરો પાડયો હતો. તેમની સહ અભનેત્રીઓમાં જેન ફોન્ડા અને મેરિલ સ્ટ્રિપ જેવા નામોનો સમાવેશ થતો હતો. મેરિલ સ્ટ્રિપે તો રોબર્ટ રેડફોર્ડને લઈને જણાવ્યું કે તેના નિધનથી હોલિવૂડે સિંહ ગુમાવ્યો છે.