26, ઓગ્સ્ટ 2025
બેઈજીંગ |
2178 |
અંતરિક્ષયાત્રી સ્પેસમાં ઉપકરણોમાં સુધારા વધારા કરતાં હોય તો ત્વરીત જરૂરી માહિતી પૂરી પાડશે
પૃથ્વીથી ચીને પોતાના સ્પેસ સ્ટેશન ટિયાગોંગ માટે પહેલી એઆઇ ચેટબોટ વૂકોન્ગને તહેનાત કરી છે જે ચીની અંતરિક્ષયાત્રીઓ માટે સહાયકની તરીકે મદદરૃપ બનશે. આ એઆઇ સિસ્ટમનો એક હિસ્સો પૃથ્વી પરથી કામ કરે છે જ્યારે બીજો હિસ્સો સ્પેસ સ્ટેશનમાં હોય છે. ચીનના સૂત્રોના જણાવ્યા અનુસાર આ એઆઇ સિસ્ટમને ચીનના સ્પેસ મિશનોને વધારે મજબૂત બનાવવા માટે બનાવવામાં આવી છે. આ ચેટબોટ અંતરિક્ષયાત્રીઓની મદદ કરશે એટલું જ નહીં તેમના મિશનોને પણ સરળ બનાવવામાં મદદરૃપ બનશે.
ચીની ઓપન સોર્સ એઆઇ મોડેલ પર આધારિત વુફોન્ગ ચેટબોટ અંતરિક્ષયાત્રીઓ માટે સહાયક બની રહેશે. ટિયાગોંગ સ્પેસ સ્ટેશન પર વુકોન્ગને જુલાઇ ૨૦૨૫માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ડેવલપર એન્જિનિયર જોઉ પેંગફેઇએ જણાવ્યું હતું કે આ સિસ્ટમ મુશ્કેલ કામો અને ટેકનિકલ સમસ્યાઓને હલ કરવામાં ઝડપી કામગીરી બજાવે છે. તે અંતરિક્ષયાત્રીઓની કામ કરવાની ક્ષમતામાં વધારો કરશે. તે સ્પેસ અને પૃથ્વી વચ્ચેની સંકલનની કામગીરી વધુ સારી બનાવે છે,