નેતા નંબર ૧  :પીએમ મોદીના ઇન્સ્ટાગ્રામ પર ટ્રમ્પ કરતાં બમણાથી પણ વધુ ફોલોઅર્સ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, ફેબ્રુઆરી 2026  |   2178


નવી દિલ્હી,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર ૧૦૦ મિલિયન, એટલે કે ૧૦ કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. આ પ્લેટફોર્મ પર આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ વિશ્વના પ્રથમ નેતા અને રાજકારણી બન્યા છે. પીએમ મોદી ૨૦૧૪માં ઇન્સ્ટાગ્રામ સાથે જાેડાયા હતા. ઇન્સ્ટાગ્રામ પર તેમના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં બમણાથી પણ વધુ ફોલોઅર્સ છે. વિશ્વના આગામી પાંચ મોટા નેતાના કુલ ફોલોઅર્સની સંખ્યા મોદીના એકલા ફોલોઅર્સની સંખ્યા કરતાં ઓછી છે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૪૩.૨ મિલિયન ફોલોઅર્સ સાથે બીજા નંબર પર છે. તેમના પછી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો ૧૫ મિલિયન ફોલોઅર્સનો નંબર આવે છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ૧૪.૪ મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા નંબર પર છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનના ૧૧.૬ મિલિયન ફોલોઅર્સ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ નવેમ્બર ૨૦૧૪ના રોજ ઇન્સ્ટાગ્રામ જાેઈન કર્યું. તેમણે પોતાનો પહેલો ફોટો મ્યાનમારના નય પાય તાવમાં આયોજિત આસિયાન સમિટમાંથી પોસ્ટ કર્યો હતો. ઇન્સ્ટા જાેઈન કર્યાના થોડા જ કલાકોમાં તેમના એકાઉન્ટ પર ૫૦ હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા હતા.૨૦૧૭-૨૦૧૮ દરમિયાન નરેન્દ્ર મોદીએ ૧ કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કર્યો. આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય રાજકીય નેતાઓમાં સામેલ થયા.૨૦૧૯માં બીજીવાર વડાપ્રધાન બન્યા પછી તેમના ફોલોઅર્સ ઝડપથી વધ્યા. ૨૦૨૦ સુધીમાં તેમનું એકાઉન્ટ લગભગ ૪૦ મિલિયન એટલે કે ૪ કરોડ ફોલોઅર્સ સુધી પહોંચ્યું. કોવિડ-૧૯ દરમિયાન તેમના સંદેશાઓ અને અભિયાનોએ ફોલોઅર્સ ઝડપથી વધાર્યા.આ સમયગાળા દરમિયાન પીએમ મોદીએ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની તસવીરો શેર કરી. ઇન્સ્ટા પર તેમની લોકપ્રિયતા ઝડપથી વધતી રહી, ૨૦૨૨ સુધીમાં તેમના ફોલોઅર્સ ૭૦ મિલિયન પહોંચ્યા. તેઓ વિશ્વના સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતાઓમાં ટોચ પર આવ્યા.૨૦૨૩માં નરેન્દ્ર મોદીએ ૮ કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કર્યો. આ સમયગાળા દરમિયાન જી૨૦, વિદેશયાત્રાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંબંધિત પોસ્ટ્સ ઘણી લોકપ્રિય રહી. તેમના એકાઉન્ટની વૈશ્વિક પહોંચ સતત વધતી રહી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution