FSSAIએ કાર્યવાહીને મંજૂર કરતાં કંપનીએ આરોપો ફગાવ્યા 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, નવેમ્બર 2026  |   1683

દેશભરમાં બોટલબંધ પીવાના પાણી માટે જાણીતી બિસલેરી કંપનીના પાણીના સેમ્પલને લઈને વિવાદ ઊભો થયો છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા તપાસમાં કંપનીના એક સેમ્પલમાં બ્રોમેટનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધુ નોંધાયું છે. ત્યારબાદ રેફરલ લેબોરેટરીમાં કરવામાં આવેલી તપાસમાં પણ અન્ય ગુણવત્તા સંબંધિત ખામીનો ઉલ્લેખ થતાં પાણીના સેમ્પલને અસુરક્ષિત ગણવામાં આવ્યું છે. આ મામલે કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી છે. જાેકે, બિસલેરી કંપનીએ આ મામલે સ્પષ્ટતા કરતાં આરોપોનું ખંડન કર્યું છે. FSSAIની તપાસ અનુસાર, બિસલેરીના પાણીના એક સેમ્પલમાં બ્રોમેટનું પ્રમાણ પ્રતિ લિટર ૧૨ માઇક્રોગ્રામ નોંધાયું હતું, જ્યારે તેની નિયત મર્યાદા ૧૦ માઇક્રોગ્રામ પ્રતિ લિટર છે. ત્યારબાદ ફરીથી કરવામાં આવેલી તપાસમાં પણ આ બાબતની પુષ્ટિ થઈ હતી. કંપની દ્વારા અપીલ કરવામાં આવ્યા બાદ સેમ્પલને રેફરલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. ત્યાં બ્રોમેટનું પ્રમાણ નિયત મર્યાદામાં હોવાનું નોંધાયું હતું, પરંતુ પોલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ  નામના તત્ત્વોની હાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પરિણામના આધારે સેમ્પલને ફરી અસુરક્ષિત ગણવામાં આવ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પરિણામે ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ હેઠળ કંપની સામે કાર્યવાહી માટે મંજૂરી આપી છે. 


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution