અમેરિકી શેરબજાર કડડભૂસ: રૂા.૫૬૦ લાખ કરોડ ડૂબી ગયા!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, નવેમ્બર 2026  |   3366

યુએસ માર્કેટમાં ભારે ઘટાડો જાેવા મળ્યો છે. એક જ અઠવાડિયામાં યુએસ માર્કેટમાં છ વર્ષમાં થયેલા ઘટાડા કરતાં વધુ તીવ્ર ઘટાડો થયો છે. આ ઘટાડો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) કંપનીઓના વ્યવસાય અને રોકાણની સંભાવનાઓ અંગે વધતી ચિતાઓને કારણે છે. યુએસ શેરબજારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીઓના શેરમાં વેચાણનું દબાણ ચાલુ છે. શુક્રવાર, ૨૦ નવેમ્બરના રોજ વોલ સ્ટ્રીટ ટ્રેડિગ દરમિયાન મુખ્ય સૂચકાંકોમાં વધઘટ જાેવા મળી હતી. એઆઈ કંપની એન્થ્રોપિકના શેર ૭% ઘટીને ૯૦.૫૫ ડોલર પર આવ્યા હતા. દરમિયાન,  S&P ૫૦૦ સતત છઠ્ઠા ટ્રેડિગ સત્રમાં નીચા સ્તરે ટ્રેડ થયો હતો. ૨૦૨૬માં રોકાણકારોએ મેળવેલો તમામ નફો માત્ર ૧ જ દિવસના ઘટાડામાં ધોવાઈ ગયો છે. યુએસ શેરબજારના કુલ બજાર મૂલ્યમાં આશરે ૬ ટ્રિલિયન ડોલર (રૂ.૫૬૦ લાખ કરોડ)નો ઘટાડો થયો છે. પ્રમુખ ઈન્ડેક્સના આંકડા નાસ્ડેક ૫.૨૮% તૂટીને ૨૨,૬૧૭.૭૩ પર બંધ રહ્યો હતો. સાલ ૨૦૨૬ના તમામ ગેઈન્સ ધોવાઈ ગયા હતા.   S&P ૫૦૦ ૩.૭% ના ઘટાડા સાથે ૬,૯૧૦.૩૯ પર બંધ થયો હતો. ડાઉજાેન્સ ૯૪૯.૭૩ પોઈન્ટ (૧.૯૩%) ગગડીને ૪૮,૧૪૭.૩૩ પર બંધ થયો હતો. એનવીડિયામાં ૧૪% અને સેનડિસ્કમાં ૧૪%નો જંગી કડાકો જાેવા મળ્યો હતો.

મોટી એઆઈ કંપનીઓનું માર્કેટ કેપ એટલું ઊંચું છે કે તેમના શેરમાં ઘટાડો સમગ્ર ઇન્ડેક્સને નીચે ખેંચી રહ્યો છે. આ કંપનીઓએ આ વર્ષે યુએસ બજારને નોંધપાત્ર વેગ આપ્યો હતો, પરંતુ હવે આ જ શેરોમાં વેચાણ બજાર પર દબાણ લાવી રહ્યું છે. ગયા અઠવાડિયામાં યુએસ શેરબજારના કુલ બજાર મૂલ્યમાં આશરે ૬ ટ્રિલિયન ડોલર (રૂ.૫૬૦ લાખ કરોડ)નો ઘટાડો થયો છે, જે ભારતીય ચલણમાં રૂ. ૫૬૦ લાખ કરોડ જેટલો છે. ફક્ત શુક્રવારે જ, આ બજારમાંથી ૧ ટ્રિલિયન ડોલરની સંપત્તિ ધોવાઈ ગઈ હતી!  S&P૫૦૦ સતત સાત ટ્રેડિગ સત્રોથી ઘટી રહ્યો છે, જે ૨૦૨૦ પછીનો સૌથી મોટો ઘટાડો દર્શાવે છે.

આ ઘટાડો એઆઈ વ્યવસાય સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. રોકાણકારોની એઆઈ પ્રત્યેની ધારણા હવે બદલાઈ રહી છે. રોકાણકારોને ડર છે કે કંપનીઓ દ્વારા એઆઈ પર ભારે ખર્ચ, ડેટા સેન્ટર બાંધકામની ધીમી ગતિ અને આ ક્ષેત્રમાં રોકાણ માટે ભંડોળમાં ઘટાડો ટેક કંપનીઓની કમાણીની અપેક્ષાઓને અસર કરી શકે છે.

બીજી તરફ, બજારમાં ભય ફેલાતા રોકાણકારો હવે સુરક્ષિત સંપત્તિઓ તરફ જાેઈ રહ્યા છે, જેના કારણે એઆઈ અને ટેક કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો છે. રોકાણકારો બોન્ડ માર્કેટ અને ભારત જેવા બજારોમાં તેમના રોકાણમાં વધારો કરી રહ્યા છે, જેના કારણે હવે યુએસ બજારની ભાવના નબળી પડી ગઈ છે. રોકાણકારો હવે એઆઈ સેક્ટરમાં ડેટા સેન્ટર્સના નિર્માણની ધીમી રફતાર, અતિશય વેલ્યુએશન અને ફંડિગની અછતને કારણે કંપનીઓની કમાણી પર સવાલ ઉઠાવી રહ્યા છે. વધુમાં, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો વધારવાની આશંકાથી પણ સેન્ટિમેન્ટ ખરાબ થયું છે. અમેરિકન શેરબજારના કડાકાની અસર વૈશ્વિક સ્તરે જાેવા મળી છે. તાઈવાન માર્કેટ ૬.૭%, જાપાનનો Nikkei  ૫% અને દક્ષિણ કોરિયાનો Kospi  ઈન્ડેક્સ ૫.૫% સુધી તૂટ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution