વિમાન ૨૮,૦૦૦ ફૂટથી સરકીને સીધું ૯ હજાર ફૂટે આવ્યું, પ્રવાસીઓનાં જીવ તાળવે ચોંટ્યાં!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, ઓક્ટોબર 2026  |   3564

લંડનના હીથ્રો એરપોર્ટથી શિકાગો જઈ રહેલી બ્રિટિશ એરવેઝની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મ્છ૨૯૫ માં સોમવારે આયર્લેન્ડના આકાશ પરથી પસાર થતી વખતે અચાનક ગંભીર કટોકટી સર્જાઈ હતી. વિમાન આશરે ૨૮,૦૦૦ ફૂટની ઊંચાઈએથી ખૂબ જ ઝડપથી નીચે તરફ ઉતરીને માત્ર ૯,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવી ગયું હતું. આ ઘટના બનતા જ કોકપિટ ક્રૂએ તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય એર ટ્રાફિક કંટ્રોલને ઈમરજન્સી કોડ ‘સ્ક્વોક ૭૭૦૦’ મોકલીને મદદની માંગ કરી હતી, જેનાથી સમગ્ર એવિએશન સેક્ટરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. એરવિએશન ક્ષેત્રની તાકીદની પરિસ્થિતિ અંગે વિગતો આપતા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, પાયલટ દ્વારા ટ્રાન્સપોન્ડર પર સેટ કરવામાં આવતો ‘સ્ક્વોક ૭૭૦૦’ એ ચાર આંકડાનો વૈશ્વિક ઈમરજન્સી કોડ છે. આ કોડ એર ટ્રાફિક કંટ્રોલર્સને સંકેત આપે છે કે વિમાનમાં કોઈ ગંભીર ટેકનિકલ ખામી, કેબિનમાં પ્રેશર ઘટી જવું અથવા તબીબી કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ સિગ્નલ મળતા જ એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા તે વિમાનને લેન્ડિંગ માટે પ્રાથમિકતા આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ફ્લાઇટમાં અચાનક સર્જાયેલી આ ઘટના પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી. જાેકે, માત્ર ગણતરીની મિનિટોમાં ૧૯,૦૦૦ ફૂટ નીચે આવી જતાં મુસાફરોમાં ગભરાટ સર્જાયો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution