યુપીઆઈથી ચુકવણી કરનારા ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલી નહીં શકાય : સુપ્રીમ કોર્ટ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, નવેમ્બર 2026  |   3267

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને સ્પષ્ટ કર્યું છે કે વેપારીઓ યુપીઆઈ વ્યવહારોનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ગ્રાહકો પાસેથી વસૂલી શકશે નહીં. સુધારેલા નિયમ હેઠળ અંદાજે ૯૬ ટકા વેપારી વ્યવહારો મફત રહેશે. દેશમાં કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી યુપીઆઈ પેમેન્ટ વ્યવસ્થા અંગે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ વિગતો રજૂ થઈ છે. સોગંદનામામાં એવું જણાવ્યું છે કે વેપારીઓ ઉપર લાગુ થનારો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆર ગ્રાહકો ઉપર નાખી શકાશે નહીં. એનપીસીઆઈએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે બેંકો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને થર્ડ પાર્ટી એપ્લિકેશન કંપનીઓ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. ગંભીર કિસ્સામાં યુપીઆઈ સભ્યપદ અને સેવાઓ પણ બંધ થઈ શકે છે. આ મામલે દાખલ જાહેરહિતની અરજીમાં નવા ચાર્જથી વેપારીઓ અને ગ્રાહકો ઉપર આર્થિક બોજ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જાેકે એનપીસીઆઈનું કહેવું છે કે યુપીઆઈ વ્યવસ્થાની જાળવણી, સાયબર સુરક્ષા અને ટેકનોલોજીના વિકાસ માટે મર્યાદિત ચાર્જ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે અગાઉ વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution