લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓક્ટોબર 2026 |
2277
નવી દિલ્હી, તા.૩
દેશની મુખ્ય ખાનગી ઈંધણ રિટેલ કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ પેટ્રોલનો ભાવ ૫ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૩ રૂપિયાનો વધારો કર્યો છે. નવી કિંમત શનિવારે તત્કાલ પ્રભાવથી લાગૂ થઈ ગઈ છે. હવે પેટ્રોલ ૧૦૦.૭૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૧.૩૧ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે.
કારણની વાત કરીએ તો આ વધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદકોની કિંમતોમાં આવેલી તેજીને માનવામાં આવી રહ્યું છે. વૈશ્વિક તેલ કિંમતોમાં વધારાને કારણે ઘરેલું ઈંધણ કારોબારીઓ પર ખર્ચનું દબાણ વધી રહ્યું છે.
નાયરાનો આ ર્નિણય એવા સમયે આવ્યો છે, જ્યારે વૈશ્વિક ઉર્જા બજારમાં અસ્થિરતા બનેલી છે અને કાચા તેલની કિંમતમાં ઉતાર-ચઢાવ જાેવા મળી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે કંપની વધતા આંતરરાષ્ટ્રીય ખર્ચ અને ઘરેલું વેચાણ કિંમતો વચ્ચેના અંતરને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. ભારત પોતાના કાચા તેલની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. તેવામાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવાની અસર રિફાઈનિંગ અને ઈંધણના વેચાણના ખર્ચ પર પડે છે.
નાયરા એનર્જીએ આ પહેલા માર્ચ ૨૦૨૬મા પેટ્રોલની કિંમતમાં ૫ રૂપિયા અને ડીઝલમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતો સ્થિર થતાં કંપનીએ ૧ જુલાઈએ પેટ્રોલમાં ૫ રૂપિયા અને ડીઝલમાં ૩ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો.
નાયરાની કિંમતોમાં વધારો તેવા સમયે થયો છે, જ્યારે સરકારી તેલ વિતરણ કંપનીઓની કિંમતમાં મોટો ફેરફાર થયો નથી. આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતોમાં તેજી છતાં ઘરેલું ઈંધણની કિંમતોને લઈને સરકારી અને ખાનગી કંપનીઓની રણનીતિ અલગ-અલગ જાેવા મળી રહી છે.
તાજેતરના દિવસોમાં ખાનગી ઈંધણ કંપનીઓ પર વધતા ખર્ચનો દબાવ સામે આવ્યો છે. સરકારે નાયરા એનર્જી અને બીજી ખાનગી ઈંધણ રિટેલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના વેચાણને લિમિટ ન કરવાનું કહ્યું હતું.