લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓક્ટોબર 2026 |
2772
દેશમાં ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ સર્જનાર યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ના માળખામાં આગામી ૧૫ ઓક્ટોબરથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીના આંકડા જાેતાં વ્યવહારના વોલ્યુમમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. મને વ્યક્તિગત રીતે વિશ્વાસ છે કે આ નાની ફીથી ડિજિટલ પેમેન્ટ્સની ઝડપ ધીમી નહીં પડે. નવા શુલ્ક માળખા અનુસાર, ૨,૦૦૦થી વધુનાP2M વ્યવહારો પર ૦.૪% MDR લાગુ થશે. ૭૫,૦૦૦ કે તેથી વધુના મોટા વ્યવહારો માટે કેપિંગ લિમિટ પ્રતિ વ્યવહાર મહત્તમ ૩૦૦ રાખવામાં આવી છે. જાેકે, સામાન્ય નાગરિકો માટે મહત્વના સમાચાર એ છે કે વ્યક્તિ-થી-વ્યક્તિ P2P) ટ્રાન્સફર સેવાઓ સંપૂર્ણપણે મફત રહેશે. ઉપરાંત, ૨,૦૦૦ સુધીના વેપારી ચુકવણીઓ અને નાના વેપારીઓ માટે શૂન્ય--MDR જાળવી રાખવામાં આવ્યો છે, જેનાથી દેશના લગભગ ૯૬% P2M વ્યવહારો આ નવા ચાર્જથી મુક્ત રહેશે.