ગુજરાતમાં ફરી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! 48 કલાક ભારે વરસાદ | આ જિલ્લાઓમાં Orange Alert
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, સપ્ટેમ્બર 2026  |   1782

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશ અને વિદર્ભ આસપાસ સક્રિય લો-પ્રેશર સિસ્ટમ તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફની અસરથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.

ભરૂચ, સુરત, નવસારી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં ગાજવીજ અને પવનને લઈને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution