કૉમર્શિયલ  LPG  સિલિન્ડરની કિંમતોમાં રૂા.૬૨.૫૦નો વધારો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2026  |   1386

ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ કોમર્શિયલ LPG  સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ૧ ઓક્ટોબર ૨૦૨૬થી ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૬૨.૫૦નો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે ૧૯ કિલોના સિલિન્ડર માટે  ૨૮૧૦ ચૂકવવા પડશે. બીજી તરફ, ઘરેલુ ૧૪.૨ કિલોના  LPGસિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે  LPG ભાવની સમીક્ષા કરવામાં આવે છે. ઓક્ટોબરની શરૂઆતમાં કરવામાં આવેલી સમીક્ષા બાદ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ૧૯ કિલોના સિલિન્ડરનો ભાવ ૨,૭૪૭.૫૦થી વધીને ૨,૮૧૦ થયો છે. એટલે કે એક સિલિન્ડર પર સીધો ૬૨.૫૦નો વધારો થયો છે.કોમર્શિયલ  LPG સિલિન્ડરનો ઉપયોગ મુખ્યત્વે હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા, કેટરિંગ અને અન્ય વ્યવસાયોમાં થાય છે. સતત બીજા મહિને ભાવમાં વધારો થતાં આવા વ્યવસાયોના ઇંધણ ખર્ચમાં વધારો થઈ શકે છે. પરિણામે વેપારીઓના ઓપરેશનલ ખર્ચ પર અસર પડવાની શક્યતા છે. વધેલા ખર્ચની અસર ભોજન અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર પડે છે કે નહીં તે આગામી દિવસોમાં જાેવા મળશે.દેશના અન્ય મોટા શહેરોમાં પણ કોમર્શિયલ ન્ઁય્ના ભાવમાં વધારો થયો છે. આપેલી માહિતી અનુસાર, પટનામાં ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૩,૦૨૯થી વધીને ૩,૧૦૦.૫૦ થયો છે. આમ, પટનામાં સિલિન્ડરનો ભાવ ૩,૧૦૦ને પાર પહોંચી ગયો છે. શહેર પ્રમાણે ન્ઁય્ના ભાવ અલગ-અલગ રહે છે અને દર મહિને તેમાં ફેરફાર થઈ શકે છે.કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધ્યા હોવા છતાં ૧૪.૨ કિલોના ઘરેલુ ન્ઁય્ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આપેલી માહિતી પ્રમાણે દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડર ૯૪૨, મુંબઈમાં ૯૪૧.૫૦, ચેન્નાઈમાં ૯૫૭.૫૦ અને કોલકાતામાં ૯૬૮ના ભાવે યથાવત છે. એટલે તહેવારો પહેલાં કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરતા વેપારીઓ માટે ખર્ચ વધ્યો છે, જ્યારે ઘરેલુ ગ્રાહકો માટે હાલ ભાવમાં કોઈ ફેરફાર નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution