ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ્ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પ્રથમ બે અંતરા બાદ પોતાની બેઠક પર બેસી જતા રાજકીય વિવાદ સર્જાયો છે. BJP દ્વારા આ મુદ્દે વાંધો ઉઠાવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ખેડાવાલાએ પોતાનો બચાવ કરતા કહ્યું છે કે તેમણે રાષ્ટ્રનું અપમાન કર્યું નથી અને તેઓ 1937માં કોંગ્રેસ દ્વારા સ્વીકારાયેલી વંદે માતરમ્ અંગેની પરંપરાનું પાલન કરી રહ્યા હતા. બીજી તરફ, ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ નિર્ણયને ખેડાવાલાનો વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો છે.
હવે સવાલ એ છે કે વંદે માતરમ્ મુદ્દે 1937ની ઐતિહાસિક પરંપરા અને આજના પ્રોટોકૉલ વચ્ચેનો મતભેદ રાજકીય વિવાદને ક્યાં સુધી લઈ જશે?