લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, સપ્ટેમ્બર 2026 |
3960
દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ ઈલોન મસ્ક અંતરીક્ષમાં ડેટા સેન્ટર બનાવવાનું સપનું જાેઈ રહ્યા છે. એટલું જ નહીં, તેમણે તો ૨૦૨૭ના અંત સુધીમાં આ પ્રોજેક્ટ લોંચ કરવાનો ટાર્ગેટ પણ સેટ કર્યાે છે. જાેકે, મસ્કના આ આઈડિયાને અત્યારના ટેકનોલોજી એક્સપર્ટ્સ તુક્કો ગણાવી રહ્યા છે. તેમના મતે હજુ એક દશકા સુધી આવી શક્યતા ખૂબ પાંખી છે. સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવા સામે અનેક પડકારો અત્યારે છે ને પહેલાં એના જવાબો શોધવા પડશે.ઈલોન મસ્ક ડેટા સેન્ટર્સ સ્પેસમાં બનાવીને અનેક ઉકેલ શોધવા માંગે છે. ડેટા સેન્ટર્સ સામે દુનિયાભરમાં વિરોધ વધતો જાય છે. કારણ કે તેની પાછળ ઈલેક્ટ્રિસિટી વધારે વપરાશે. કૂલિંગ માટે પાણીની જરૂર પડશે અને ડેટા સેન્ટર્સ માટે જમીનની પણ જરૂરિયાત પડે છે. એઆઈ ટેકનોલોજીના ઉદય પછી હવે ડેટા સેન્ટર્સની ડિમાન્ડ વધી છે. સતત વધતી જવાની છે. જાે સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવામાં આવે તો એનર્જી ક્રાઈસિસ નિવારી શકાય છે. વળી, માતબર જમીનની જરૂરિયાત પણ રહેતી નથી. આ વિચાર સાથે ઈલોન મસ્કે સ્પેસમાં ડેટા સેન્ટર્સ બનાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિચાર્યાે છે. ૨૦૨૭માં આ પ્રોજેક્ટ લોંચ થશે. સ્પેસએક્સ અને સ્ટારલિંક જેવી કંપનીઓની મદદથી મસ્ક આ પ્રોજેક્ટ પાર પાડવા ધારે છે.જાેકે, તેની સામે સવાલો પણ ખડા થયા છે. એક્સપર્ટ માને છે કે આ પ્રોજેક્ટ સમય કરતાં એક દશકા વહેલો છે.