ગુજરાતમાં વરસાદ માટે બન્યું મોટું સિસ્ટમ? 12-13 સપ્ટેમ્બરે ભારે વરસાદ, આ જિલ્લાઓમાં Yellow Alert
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, સપ્ટેમ્બર 2026 | 2277
ગુજરાતમાં વરસાદને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે.હવામાન વિભાગની આગાહી મુજબ 12 અને 13 સપ્ટેમ્બરે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત 9થી 11 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 12 અને 13 સપ્ટેમ્બરે કેટલાક જિલ્લાઓ માટે યલો ઍલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન પવન અને વીજળી સાથે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળની ખાડીમાં સંભવિત લો પ્રેશર સહિતની હવામાન સિસ્ટમ ગુજરાતના વરસાદને અસર કરી શકે છે.