ટ્રમ્પે ભારતીય અર્થતંત્રની ૭% જીડીપી વૃદ્ધિ, ઓછા વ્યાજદરોની પ્રશંસા કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, નવેમ્બર 2026  |   2475

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ઓછા વ્યાજ દરોની પ્રશંસા કરી છે અને યુએસ સેન્ટ્રલ બેંકની ટીકા કરી છે. ટ્રમ્પે ભારતનું ઉદાહરણ આપતા કહ્યું કે જાે અમેરિકા આવી જ ઉદાર નીતિ અપનાવે તો તેનું અર્થતંત્ર વધુ ઝડપથી વિકાસ પામી શકે છે. તેમણે કહ્યું કે જ્યારે પણ અમેરિકાના આર્થિક આંકડા મજબૂત હોય છે, ત્યારે ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારીને દેશને બરબાદ કરે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અર્થતંત્રની પ્રશંસા કરી અને પોતાના દેશની કેન્દ્રીય બેંક, ફેડરલ રિઝર્વ પર નિશાન સાધ્યું. ભારતના ઓછા વ્યાજ દર અને ૭% આર્થિક વિકાસનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે જાે અમેરિકા આવી જ નીતિ અપનાવે તો તેનો જીડીપી વૃદ્ધિ દર ૧૪, ૧૫ અથવા તો ૨૦% સુધી પહોંચી શકે છે. તેમણે યુએસ ફેડરલ રિઝર્વ પર વ્યાજ દરો પ્રત્યે રાજકીય અભિગમ અપનાવવાનો આરોપ લગાવ્યો. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી હતી અને તેમને કઠોર વ્યક્તિ ગણાવ્યા હતા.

ટ્રમ્પે યુએસ ફેડરલ રિઝર્વ પર રાજકીય હોવાનો આરોપ લગાવ્યો અને વ્યાજ દરમાં વધારા માટે દેશના નીચા વિકાસ દરને જવાબદાર ઠેરવ્યો. વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં વિશ્વમાં સૌથી ઓછા વ્યાજ દર હોવા જાેઈએ. તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો પણ હતા.

ટ્રમ્પે ભારતના ૭ ટકાના વિકાસ દરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જાે અમેરિકા વ્યાજ દર ઘટાડે છે, તો તેનો વિકાસ દર ૧૫ થી ૨૦ ટકા સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું, વ્યાજ દર ખૂબ ઊંચા છે કારણ કે આપણું ફેડરલ રિઝર્વ ખૂબ રાજકીય બની ગયું છે. હું આ માટે ચેરમેનને દોષી ઠેરવી રહ્યો નથી, હું એ હકીકતને દોષી ઠેરવી રહ્યો છું કે આપણું ફેડરલ રિઝર્વ ખૂબ રાજકીય છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ભારતનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું, જાે તમે ભારત તરફ નજર કરો તો, વ્યાજ દર ઓછા છે અને જીડીપી ૭ ટકા છે. આપણો જીડીપી ૧૪, ૧૫, અથવા કદાચ ૨૦ ટકા પણ હોઈ શકે છે. વ્યાજ દર એટલા ઊંચા છે કારણ કે આપણી પાસે ખૂબ જ રાજકીય ફેડ છે. હું ચેરમેનને દોષ નથી આપી રહ્યો, પરંતુ હકીકત એ છે કે આપણો ફેડ ખૂબ જ રાજકીય છે. આપણો જીડીપી ૪ ટકા નહીં, પરંતુ ૧૫ કે ૨૦ ટકા હશે, અને હું દેવું ખૂબ ઝડપથી ચૂકવીશ દઈશ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution