તમારી ભૂખ એટલી છે કે ગમે તેટલું ખવડાવો, પેટ ભરાતું નથી : પીએમ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, નવેમ્બર 2026  |   2079

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારતના કોર્પોરેટ જગત પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે ઉદ્યોગો સરકારની કર રાહતોનો તમામ નફો પોતાના ખિસ્સામાં નાખી રહ્યા છે, પરંતુ નવી રોજગારીનું સર્જન કરવા કે કર્મચારીઓના પગાર વધારવા માટે કશું કરી રહ્યા નથી. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઉદ્યોગ સંગઠન ‘ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી’ (ફિક્કી)ની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓની સામે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કડક ટિપ્પણી કરી હતી.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે સરકારે ૨૦૧૪માં કોર્પોરેટ ટેક્સનો દર ૩૦% થી ઘટાડીને ૨૦૧૯માં ૨૨% કર્યો અને રૂ.૧૨ લાખ સુધીની પગારની આવકને પણ કરમુક્ત કરી છે. જાેકે, કોર્પોરેટ જગતે સરકારના આ પગલાંને અનુરૂપ પ્રતિસાદ આપ્યો નથી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું આ જ રીતે બધું ચાલ્યા કરશે?

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution