અમરેલી સમાચાર

 • ગુજરાત

  અમરેલીમાં વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન

  અમરેલી-અમરેલી જિલ્લામાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થયો છે તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ સાવરકુંડલાના રામગઢ ગામે તલનું વાવેતર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. તલનો પાક બળી જતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. અમરેલી જિલ્લામાં શરૂઆતથી જ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે. જિલ્લામાં આ વર્ષે વરસાદ ખૂબ સારો થયો છે જેને લઇને ખેડૂતોને ખૂબ જ ખુશી છે વરસાદ સારો થતાં કપાસ મગફળી ચણા નાપાક સારા થયા છે પરંતુ સાવરકુંડલાના રામગઢ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ગત વર્ષે તલ ના ભાવ સારા મળતા આ વર્ષે રામગઢના ૩૦ જેટલા ખેડૂતોએ તલનું વાવેતર કર્યું પરંતુ તલ ના પાક માં જીવાત આવી જતા તલના છોડ બળવા લાગે છે છોડ બળી જતા ખેડૂતો તલ ના છોડ પોતાના ખેતરમાંથી ખેંચવા લાગ્યા છે જેને લઇને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ સૌથી પહેલા અહીંથી મોકલીશુંઃ મોરારી બાપુ

  અમરેલી-રામ જન્મભૂમિ અયોધ્યામાં ૫ ઓગસ્ટના રોજ રામ મંદિરનં ખાતમૂહુર્ત કરવામાં આવશે. તલગાજરડામાં ચાલી રહેલી ઓનલાઈન કથામાં આજે મોરારિ બાપુએ મંદિરના નિર્માણમાં ૫ કરોડ રૂપિયા મોકલીશું તેવી જાહેરાત કરી છે. મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા ૫ કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે.આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે. મોરારિ બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, ચિત્રકૂટધામ તલગાજડામાં તુલસીપત્રના રૂપે ઠાકોરજીના ચરણોમાં ૫ લાખ રૂપિયા અર્પણ કરૂ છું. શ્રોતાગણ તરફથી જે પણ કંઇ આવે તે બધા રૂપિયા મેળવીને ૫ કરોડ મોકલવામાં આવશે. જાે હું કોઇ એક વ્યક્તિને સંકેત કરૂ તો તે એકલા હાથે કરી શકે. પરંતુ એમ નહીં મારે બધા શ્રોતા પાસેથી થોડા થોડા પૈસા એકત્ર કરવા છે. ઠાકોરજી અમારા મનોરથ પૂરા કરે તે માટે ૫ કરોડ રૂપિયા મોકલીશું. મારી જે પણ કથા સાંભળે છે તેની પાસેથી જે પણ રૂપિયા આપે તે બધા રૂપિયા મળી ૫ કરોડ રૂપિયા રામમંદિરના નિર્માણમાં મોકલીએ છીએ. કોઇ એક વ્યક્તિને નહીં પણ બધા જ શ્રોતાઓ પાસેથી આગ્રહ કરવામાં આવશે. ભગવાન પણ કબૂલ કરે કે તુલસી દ્વારા દેવામાં આવી રહ્યા છે. આમાં મોરારિ બાપુ નહીં પણ બધા શ્રોતાગણ નિમિત બનશે. 
  વધુ વાંચો
 • ગુજરાત

  રાજકોટમાં 29 કેસ- 10નાં મોત, અમરેલીમાં 23 અને દીવમાં 7 કેસ નોંધાયા

  રાજકોટ-સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે મોતની સંખ્યામાં પણ વધી રહી છે. આજે રાજકોટમાં ૨૯ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ૧૦ દર્દીના કોરોનાથી મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ૩, જુનાગઢના ૧, વાંકાનેરના ૧ અને કચ્છના ૧ દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે ગોંડલની ૩૦ વર્ષીય અંકિતાબેન પાર્થભાઈ લીલાનું અને જામજાેધપુરનાં ૭૧ વર્ષય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બીજી તરફ દીવમાં કોરોનાના ૭ કેસ પોઝિટિવ નોંધાયા છે. જુનાગઢ મેડિકલ કોલેજના ડીનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ડીનના પરિવારના તમામ ૭ સભ્યોને પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અમરેલી જિલ્લામાં આજે વધુ ૨૩ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૮૬ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં ૧૬નાં મોત થાય છે અને ૧૭૨ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ધારીમાં અજંતા સોસાયટીમાં ૨ કેસ પોઝિટિવ નોંધાયા છે. દીવમાં આજે વધુ ૭ કેસ પોઝિટિવ નોંધાયા છે. દીવના ઘોઘલામાં ૨ અને વણાંકબારામાં ૫ કેસ પોઝિટિવ નોંધાયા છે. દીવમાં હાલ ૨૫ કેસ એક્ટિવ છે. ગોંડલનાં વોરાકોટડા રોડ પર આવેલ સબજેલમાં આજે વધુ એક કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.સબ જેલની અંદર આવેલ બેરેક નંબર ૪માં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ સંક્રમણ વધતા આજે પાંચમો પોઝિટિવ કેસ નોંધાયો છે. 
  વધુ વાંચો
 • ગુજરાત

  અમરેલીના જાફરાબાદ નજીકથી વધુ એક સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર

  અમરેલી-જાફરાબાદ તાલુકામાં વધુ એક સિંહના મોતની ઘટના સામે આવી છે. સાકરીયા વિસ્તારમાં બાવળની કાટ નીચેથી સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.આ કોલર આઈ.ડી.વાળો સિંહ હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એક જ અઠવાડિયામા એક જ વિસ્તારમાંથી બીજા સિંહનુ મોત થતા વનવિભાગ દોડતુ થયુ હતુ. બીમારીના કારણે સિંહનુ મોત થયું હોય તેવી આશંકા સેવાઈ રહી છે.વન વિભાગ દ્વારા સિંહનુ મોત કયા કારણો સર થયુ છે જાણવા અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે.
  વધુ વાંચો