ડાંગ સમાચાર

 • ગુજરાત

  ચીખલી પોલીસે સાદડવેલ ગામેથી દારૂના જથ્થા સાથે દંપતી ઝડપાયું

  રાનકુવા,તા.૧૧  ચીખલી પોલીસે સાદડવેલ ગામે થી કારમાંથી દારૂના જથ્થા સાથે દંપતી ને પકડી રૂપિયા ૨.૯ લાખના દારૂનો મુદ્દામાલ કબજે કર્યો. ચીખલી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે દારૂનો જથ્થો ભરી ઇકો કાર જનાર છે. જે હકીકત બાતમીના આધારે ચીખલી પોલીસે સાદડવેલ હાઇસ્કુલ પાસે રૂમલા થી રાનકુવા જતા રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબ ની સફેદ કલરની મારુતિ ઈકો કાર નં-જીજે.૧૯.એએફ.૮૩૯૩ આવતા જ તેને રોકી કારની તલાસી લેતા તે કારમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ૨૧૬ મળી આવી હતી. જેની કિંમત રૂ.૫૭.૬૦૦, એક મોબાઇલ ફોન કિંમત ૨૦૦૦ તથા ઇકો કારની કિંમત ૧.૫૦ લાખ મળી કુલ્લે રૂપિયા ૨.૦૯૬૦૦ ના દારૂ ના મુદ્દામાલ સાથે સાગર કિશોરભાઈ ભંડારી તથા સુરેખા સાગર ભંડારી બંને (રહે. મહાવીર શાકમાર્કેટ પાસે, બારડોલી) ને ઝડપી પાડયા હતા. જ્યારે સુરેશ શંકરભાઈ હળપતિ (રહે, મોટાપોઢા, મોટા ફળિયા, તા-કપરાડા, જી-વલસાડ) ને વોન્ટેડ જાહેર કર્યો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  ડાંગ જીલ્લામાં છેલ્લા 22 કલાક મેઘરાજા એ મેહેર વરસાવી 

  ડાંગ-ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં તેમજ ડાંગ જીલ્લામાં ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં તેમજ ડાંગ જીલ્લામાં છેલ્લા 22 કલાક મેઘરાજા એ મેહેર વરસાવી છે જેમાં વઘઇ માં 2.3 ઈચ સુબીરમાં 2 ઈચ આહવામાં 1.7 ઇચ સાપુતારા માં ઈચ વરસાદ પડ્યો હતો મેઘરાજાએ કેટલાક દિવસથી વિરામ લીધા બાદ છુટા છવાયા વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે. સાપુતારા માં વરસાદને પગલે ઘાટ માર્ગમાં અનેક ઝરણા,કોતરોમાં પાણી થી તરબોળ થઈ જતા સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.તેમજ ગિરિકન્દ્રાઓ માં ધૂમમ્સ ની ચાદર પથરાતા આહલાદક નજારો જોવા મળતા સહેલગાહે આવેલા સહેલાણીઓનો આનંદ બેવડાયો હતો. વઘઇ માં 2.3 ઈચ સુબીરમાં 2 ઈચ આહવામાં 1.7 ઇચ સાપુતારા માં ઈચ વરસાદ પડ્યો હતો મેઘરાજાએ કેટલાક દિવસથી વિરામ લીધા બાદ છુટા છવાયા વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે. સાપુતારા માં વરસાદને પગલે ઘાટ માર્ગમાં અનેક ઝરણા,કોતરોમાં પાણી થી તરબોળ થઈ જતા સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.તેમજ ગિરિકન્દ્રાઓ માં ધૂમમ્સ ની ચાદર પથરાતા આહલાદક નજારો જોવા મળતા સહેલગાહે આવેલા સહેલાણીઓનો આનંદ બેવડાયો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  કોરોનાથી મુકત થયા બાદ ફરી ડાંગ જિલ્લામાં નોંધાયો કોરોના કેસ

  સાપુતારા - મળતી માહિતી મુજબ વઘઇ તાલુકાના જામનપાડા ગામે એક ૨૩ વર્ષિય યુવકનો "કોરોના" ટેસ્ટ પોઝેટિવ આવ્યો છે. ડાગમાં વધતા "કોરોના" ના કેસ બાબતે પ્રજાજનોને જાગૃતિ કેળવવા સાથે સરકારના માર્ગદર્શન મુજબ માસ્ક તથા સેનેટાઈઝરના નિયમિત ઉપયોગ, અને સોશિયલ ડિસ્ટનસિંગ નું ચુસ્ત પણે પાલન કરવાની અપીલ સાથે, જિલ્લા વહીવટી તંત્રે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, આજના આ એક કેસ સાથે ડાંગ જિલ્લામાં કુલ ૩૧ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૧૮ દર્દીઓ સાજા થતા તેમને નિયમોનુસાર ડિસ્ચાર્જ કરાયા છે, જયારે આજે આ લખાઈ રહ્યું છે, ત્યારે જિલ્લામાં ૧૩ એક્ટિવ કેસો રહ્યા છે, જેમને આરોગ્ય વિભાગ દ્વારા નિયમોનુસાર આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
  વધુ વાંચો
 • રાષ્ટ્રીય

  ઓલપાડ તાલુકાના હાથીસા ગામના તળાવમાં શ્રમજીવીનું ડૂબી જતાં મોત

  ઓેલપાડ,તા.૧૭ ઓલપાડ તાલુકાના હાથીસા ગામની સીમમાં આવેલ તળાવના ઉંડા પાણીમાં નહાવા પડેલા એક શ્રમજીવીનું ડુબી જવાથી મોત થયું છે.જ્યારે ગત બુધવાર,તા-૧૫ ની મોડી સાંજે તળાવમાં ડુબી ગયેલા શ્રમજીવીની લાશ સુરતથી આવેલ ફાયર બ્રીગેડના જવાનોએ બીજા દિવસે શોધી પરિવારજનોને સોંપી હતી. ઓલપાડ તાલુકાના હાથીસા ગામના હળપતિવાસમાં ઘરજમાઇ તરીકે રહેતા મુળ પરીઆ ગામના વતની નટવર ઉર્ફે નટુ ઠાકોર રાઠોડ(ઉં.વર્ષ-૪૫)છુટક મજુરી કરી ગુજરાન ચલાવતો હતો.આ શ્રમજીવી ગત બુધવાર,તા-૧૫ ની મોડી સાંજે ૬ કલાકના સુમારે તળાવમાં નહાવા પડ્યો હતો.તે દરમ્યાન તળાવના ઉંડા પાણીમાં ગરક થઇ જતા તેનું મોત થયું હતું.જ્યારે આ શ્રમજીવી તળાવના પાણીમાં ડુબી ગયો હોવાની જાણ ગ્રામજનોને થતા તેની લાશ શોધ-ખોળ કરવા છતાં મળી ન હતી.જેથી સુરત ફાયર બ્રીગેડને જાણ કરાતા ફાયર જવાનાને મહામુશીબતે મૃતકની લાશ બીજા દિવસે શોધવામાં સફળતા મળી હતી.આ મામલે મૃતકની પત્ની સોનાબેન રાઠોડે ઓલપાડ પોલીસ મથકમાં તેના પતિનું તળાવના ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે લાશનું પીએમ કરાવી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ બનતાં ગામમાં શોકનું વાતાવરણ જાેવા મળ્યું હતું. ઘટના બનતાં આજુબાજુના ગામમાં પણ સમાચાર પ્રસરતાં ગમગીની છવાઇ ગઇ હતી.
  વધુ વાંચો