મહીસાગર સમાચાર

 • ક્રાઈમ વોચ

  દારુબંધી છતા BJPના કાર્યકરના જન્મદિવસની ઉજવણીમાં બિયરની રેલમછેલ

  મહિસાગર-રાજ્યમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે હવે તો કોરોનાના નો ઇલાજ કરનારા ડોક્ટરો પણ કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા છે પણ તેમ છતા સમાજના કેટલાક લોકો આ બિમારીને ગંભીરતાથી નથી લઇ રહ્યાં.રાજ્યમાં ભાજપ સત્તાધારી પક્ષ છે તેમની સરકાર છે અટલે ઘણી વાર પાર્ટીના સભ્યો તથા કાર્યકરો તેમની મનમાની કરતા જોવા મળે છે. ગઇ કાલે પણ મનમાની કરતો વિડિયો સોશ્યલ મિડીયામાં વાઇરલ થયો હતો.અને સત્તાધારી પક્ષની ઉંઘ ઉડાડી હતી.  હાલમાં કોરોના મહામારીને કારણે જાહેર સ્થળે બર્થડે ઉજવણી પર પોલીસ પ્રસાશને પાંબધી મુકી છે તેમ છતા  વીરપુરના એક યુવા ભાજપી કાર્યકરનો ગઇ કાલે જન્મદિવસ હોવાથી તેણ તેના મિત્રો સાથે જાહેરમાં તલવાર વડે કેક કાપી હતી જોકે તલવારથી કેક કાપવા પર પણ પ્રતિબંધ છે અને અધુરામાં પુરુ ઉજવણીમાં બિયરની બોટલો પણ ખુલ્લેઆમ ઉડાવવામાં આવી રહી હતી.એક તરફ રાજ્યમાં દારુબંધી છે અને બીજી બાજુ સત્તાધારી પક્ષના કાર્યકરો જ દારુ-બીયરની ખુલ્લેઆમ મેહફિલ માણતા જોવા મળે છે.બર્થડેનો વિડીયો વાઇરલ થતા વીરપુર પોલીસ તથા મહિસાગર પોલિસ એક્સનમાં આવી હતી.
  વધુ વાંચો
 • રાષ્ટ્રીય

  શહેરામાં દર શનિવારે ભરાતા હાટ બજારમાં લોકોની ભારે ભીડ

  શહેરા, તા.પ શહેરા નગરના એસ.ટી.સ્ટેન્ડ થી મુખ્ય બજાર તરફ જતા રોડ ઉપર અને લુહાર ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી પરંપરાગત રીતે દર શનિવારે હાટ બજાર ભરાય છે.આ હાટ બજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે આશીર્વાદ સમાન છે. અહી ભરાતુ હાટ બજાર મા ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો કપડાં સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા આવતા હોય છે, કોરોના કહેર વચ્ચે પાછલા બે મહિના ઉપરાંતથી હાટ બજાર તંત્ર દ્વારા બંધ રાખવામાં આવ્યુ હતું.જ્યારે ૪/૭/૨૦ ને શનિવારના રોજ હાટ બજારમાં મોટી સંખ્યામા ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. સાથે સોશિયલ ડિસ્ટન્સ સહિત અમુક લોકો એ માસ્ક ના પહરેલ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહયા હતા. જેને લઇને નગર પાલિકાના જીતેન્દ્ર જોષી સહિત સ્થાનિક પોલીસ મથક ના પ્રકાશભાઈ સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ ખાતે પહોચી જઈને હાટ બજાર બંધ કરાવવા સાથે નિયમોનુ પાલન લોકો ને કરાવતા નજરે પડ્યા હતા. કોરોના નુ સંક્રમણ વધે નહી તે માટે નગર પાલિકા દ્વારા લોકડાઉન રહે ત્યા સુધી હાટ બજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.    
  વધુ વાંચો
 • અન્ય

  ૪૨૦૦ ગ્રેડ પે બાબતે શિક્ષકોએ લુણાવાડા તાલુકા પ્રા.શિક્ષક સંઘને આવેદનપત્ર પાઠવ્યું

  લુણાવાડા, તા.૩૦ લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખને લુણાવાડા તાલુકાના શિક્ષકોએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે ૪૨૦૦ ગ્રેડ પે મુદ્દે શિક્ષક સમાજમાં ભારોભાર રોષ પામ્યો છે, શિક્ષક ગણ હતાશ તથા નિરાશ થયો છે. ૨૦૧૦ પછીના ભરતી થયેલા શિક્ષકના કોઈ પણ હુકમમાં આ પ્રકારનો ઉલ્લેખ થયેલ નથી તો આમ છતાં અચાનક આ પ્રકારની પરિસ્થિતીનું નિર્માણ કરવાથી શિક્ષક લાચારી અનુભવે છે. શિક્ષકોએ આવેદનના માધ્યમથી વિનંતી કરી છે કે જિલ્લા શિક્ષક સંઘ તેમજ રાજ્ય શિક્ષક સંઘ સાથે ૪૨૦૦ ગ્રેડ પે મુદ્દા પર રાજ્ય શિક્ષક સંઘ શું કરવા માંગે છે? સોશિયલ મીડિયા પર જે ચર્ચા થાય છે કે રાજ્ય શિક્ષક સંઘ ના હોદ્દેદારો દ્વારા બીટ કેળવણી નિરીક્ષક ના પ્રમોશન ન લેવાની સંમતિ આપી છે તેના કારણે આ પ્રશ્ન ઉદભવ્યો છે તો શું તે બાબતે સત્ય શું છે? રાજ્ય શિક્ષક સંઘ ની ટર્મ તારીખ ૧૮/૦૨/૨૦૨૦ ના રોજ પૂરી થઈ ગયેલ છે તો પદાધિકારી,અધિકારી તેઓની વાત સાંભળશે ખરા? આ તમામ મુદ્દાઓ પર પરામર્શ થાય તથા યોગ્ય ઉકેલ તરફ આગળ વધવા આહવાન કરવામાં આવે જેથી સંગઠન પ્રતિ શંકા કુશંકા પેદા ના થાય. રાજ્ય શિક્ષક સંઘ ના હોદ્દેદારો શિક્ષક પરિવારને કોઈ પણ પ્રકારની દ્વિઘા રાખ્યા વગર ખુલ્લા મને ચર્ચા કરવાની માંગ કરી છે.
  વધુ વાંચો
 • અન્ય

  વિરપુરમાં કોના બાપની દિવાળી, દિવસે સ્ટ્રીટલાઇટનો જગમગાટ!

  વિરપુર, તા.૨૩ મહિસાગર જિલ્લાના વિરપુર નગરની સ્ટેટ હાઇવેની સ્ટ્રીટલાઇટ ધોળા દાડે પણ ચાલું રાખતાં સ્થાનિક તંત્રની બેદરકારી જાવાં મળી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી સ્ટેટ હાઇવેની સ્ટ્રીટલાઇટ સવારે દસ વાગ્યા સુધી ચાલું જ રાખવામાં આવે છે. સ્ટ્રીટલાઇટ બંધ કરવા માટે કર્મચારીની નિમણૂક કરી હોવા છતાં કર્મચારીની આળસના કારણે સવારના દસ વાગ્યા સુધી ચાલું રહે છે, જેનો આર્થિક બોજ પ્રજા પર પડી રહ્યો છે. બીજી તરફ વિરપુર નગરની મોટા ભાગની શેરીઓમાં સ્ટ્રીટલાઇટની જરૂર હોવા છતાં ત્યાં લાઇટની સુવિધા નથી અને સ્ટેટ હાઇવેની લાઇટો ધોળા દહાડે ઝગમગતી રહે છે. લાઇટબિલ તો આખરે પ્રજાનાં વેરામાંથી ભરપાઈ કરવામાં આવે છે. સ્થાનિક પંચાયતની આવી બેદરકારીના કારણે પ્રજાનાં રૂપિયાનો ખોટો વેડફાટ થઈ રહ્યો છે, જે બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી લોકો કરી રહ્યાં છે. સ્ટ્રીટલાઇટ ચાલું-બંધ કરવાનું ટાઇમર બગડી ગયું છે! વિરપુરના તલાટી કમ મંત્રીનું કહેવું છે કે, વિરપુર મેઇન રોડ વરધરા પુલથી મુકેશ્વર મંદિર સુધીની સ્ટ્રીટલાઈટનું માર્ગ મકાન ખાતાના કોન્ટ્રેક્ટરે કામ કરેલું છે. લાઇટ ચાલું બંધ કરવા માટેનું ટાઇમર લગાવેલું છે, તે ખરાબ થઈ ગયું છે. કોન્ટ્રેક્ટરને બીજું ટાઇમર ફિટ કરવાની સૂચના આપી છે.
  વધુ વાંચો