ભરૂચ સમાચાર

 • ગુજરાત

  ગુજરાતના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યૂને લઈને જુઓ શું લેવાયો નિર્ણય, આ તારીખ સુધી કર્ફ્યૂ યથાવત

  ગાંધીનગર-ગુજરાતની 8 મનપા સહિત 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે સરકારે ગુજરાતના 36 શહેરોમાં લાગેલા કર્ફ્યૂને લંબાવ્યું છે, આગામી 18 મે સુધી કર્ફ્યૂનો સમય લંબાવવામાં આવ્યો છે. આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાને લઈને સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે લગ્ન સમારોહ અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ નિયંત્રણો મુકવા કરેલા સૂચનનો સરકાર સ્વીકાર કરી લગ્નો અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ કડક હાથે કામ લ્યે તેવી શકયતા છે. એટલુ જ નહિ લગ્ન સમારોહ ઉપર ૧૫ દિવસનો પ્રતિબંધ લાદવામાં આવે તેવી શકયતા છે. ધાર્મિક કાર્યક્રમોમા પણ સંખ્યા સીમીત કરવામાં આવે તેવી શકયતા છે. હાઈકોર્ટમાં એવી દરખાસ્ત થઈ હતી કે લગ્નોમાં લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો ૧૫ દિવસ માટે પ્રતિબંધીત કરવામાં આવે. અનેક ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન કાર્યક્રમોમાં ભીડ થાય છે તે બંધ થવુ જોઈએ. હાલ લગ્ન સમારોહમાં ૫૦ લોકોની હાજરી નિશ્ચિત કરવામાં આવી છે. તેમા ઘટાડો કરવામા આવે તેવુ સૂચન થયુ છે. સરકારે પણ આ સંખ્યા ઘટાડવા તૈયારી દર્શાવી છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  કોરોના સારવારમાં ક્ષતિ મુદ્દે ભરૂચમાં અધિકારી-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે બોલાચાલી

  ભરૂચ, ભરૂચમાં ચાલી રહેલી કોરોના વેકસીનની કામગીરી વેળા વેકસીનનો જથ્થો અને સેન્ટરો ઓછા હોવાના કારણે લોકોને ધકકો ખાવો પડતો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. . કોરોનાકાળમાં પણ આ મુદ્દો વેકસીન સેન્ટરોને લઈને ઉઠ્‌યો છે. આ બાબતોને લઈ આરોગ્ય અધિકારીને રજુઆત કરવા ગયેલા કોંગ્રેસના નગરસેવકોએ સવાલોનો મારો ચલાવતાં અકળાયેલા આરોગ્ય અધિકારી પોતાની ખુરશીને લાત મારી ચેમ્બરની બહાર ચાલ્યા ગયા હોવાની ઘટના સોમવારના રોજ બની હતી.શહેરના અમુક વિસ્તારોમાં વેકસીનેશન સેન્ટર ઓછા હોવાની તથા સેન્ટર પર વેકસીન ઓછા આવતાં હોવાથી લોકોને ધકકા પડી રહયાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ફરિયાદના સંદર્ભમાં સોમવારના રોજ કોંગ્રેસના નગરસેવકો સલીમ અમદાવાદી, ઇબ્રાહીમ કલકલ, હેમેન્દ્ર કોઠીવાલા, શમશાદઅલી સૈયદ તથા અન્ય આગેવાનો નગરપાલિકાના મુખ્ય અધિકારી તથા જિલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરવા ગયાં હતાં. જિલ્લાના આરોગ્ય અધિકારીને કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે શહેરમાં કેટલા વેકસીનેશન સેન્ટર ચાલી રહયાં છે સહિતના સવાલોનો જવાબ માંગતા અધિકારી ઉશ્કેરાઇ ગયાં હતાં અને પોતાની ખુરશીને ધકકો મારી ચેમ્બરની બહાર ચાલ્યાં ગયા હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો છે. સીડીએમઓ ડો. દુલેરા એ જણાવ્યું હતું કે તેઓ વેકસીન સેન્ટરોને લઈ રજુઆત કરવા આવ્યા હતા. અમુક વિસ્તારમાં જ સેન્ટરો છે તો અમારા વિસ્તારમાં સેન્ટર નથી, મેં કહ્યું અત્યારે સરકાર તરફથી આટલા સેન્ટર છે, વધુ મળશે તો તમારા વિસ્તારમાં પણ રાખીશું. જે બાદ લિસ્ટ માંગતા મેં લિસ્ટ આપ્યું, ત્યારે કહ્યું આ પાટીદારની વાડી કઈ જગ્યાએ આવી, મેં કહ્યું મને ખબર નથી. તેમ કહેતા ઉશ્કેરાઈ ગયા અને કહ્યું જિલ્લાના આરોગ્ય અધિકારીને ખબર નથી, તેમ કહી મને ઉશ્કેરવાનો અને મારી જવાબદારી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  અંકલેશ્વરના સ્ક્રેપના ગોડાઉનમાં આગથી સામાન બળીને ખાખ

  અંકલેશ્વર, અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ની બાજુમાં આવેલ સ્ક્રેપ માર્કેટ માં આગ ના બનાવો ના પગલે અવાર નવાર વિવાદ માં આવી છે. છેલ્લા પાંચ દિવસમાં સ્ક્રેપ માર્કેટ માં આગ નો આ ત્રીજાે બનાવ બન્યો છે. મોટા ભાગે સ્ક્રેપ માર્કેટ ના ગોડાઉનો માં કેમિકલ યુક્ત પ્લાસ્ટિક બેગો,દ્રમ, તેમજ અન્ય સ્ક્રેપના જથ્થા માં આગ ની ઘટના બનવા પામે છે ત્યારે જીપીસીબી ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. શનિવાર ના રોજ ફરી આગ ની ઘટના આદર્શ સ્ક્રેપ માર્કેટ માં બની છે આદર્શ સ્ક્રેપ માર્કેટ માં આવેલ એક ખુલ્લા ગોડાઉન માં સંગ્રહ કરેલ કેમિકલ યુકત પ્લાસ્ટિક બેગો ,પ્લાસિટિક દ્રમ,સહીત ના ભંગાર ના જથ્થા માં આગ ફાટી નીકળી હતી.ફાયર બ્રિગેડ સાથે ફાયટરો આવી પહોંચ્યા હતા જાે કે આગ વધુ વિકરાળ બનતા નગર પાલિકા અને પાનોલી જીઆઇડીસી મળી ૬ જેટલા ફાયર બ્રિગેડ ની મદદ થી આગ પર કાબુ મેળવાયો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  ભરૂચમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

  ભરૂચ.ભરૂચનાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ભારે પવનો ફુંકાતા ધૂળની ડમરીઓ ઉડવા માંડી. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડયો.ભરૂચમાં શનિવારે બપોરે સખત ગરમી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોરથી જ મેઘગર્જનાઓ થવા માંડી હતી. થોડા સમય બાદ ભારે પવન ફૂંકાવાનું ચાલુ થઈ જતાં ધુળ ઉડતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી હતી. જંબુસર રોડના વિસ્તારમાં વૃક્ષો પડતાં વાહન વ્યવહાર પણ થોડા સમય માટે ઠપ્પ થઈ ગયો હતો, જેથી વાહન ચાલકો અટવાયા હતા. જયારે ભરૂચનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કમોસમી વરસાદ પડવાથી ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા.
  વધુ વાંચો