બોટાદ સમાચાર

 • ગુજરાત

  સૌરાષ્ટ્રમાં કોરોના વધતાં રાજકોટમાં સરકારી તંત્ર ડિસેમ્બર સુધી એલર્ટ પર

  રાજકોટ-ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે, જેમાં અમદાવાદમાં કોરોનાએ જે રીતે માથુ ઉંચક્યું છે, તે જોતા હવે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 220 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજકોટ જિલ્લામાં 96 કેસ અને 7 મોત નોંધાયા છે. તો અન્ય જિલ્લામાં જૂનાગઢ – 19, જામનગર – 22, સુરેન્દ્રનગર – 45, મોરબી – 12, અમરેલી – 11, ગીર સોમનાથ – 6, બોટાદ – 3, ભાવનગર – 7, દ્વારકા – 3 કેસ નોંધાયા છે. રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ મામલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે, બે દિવસથી ઓપીડીમાં લોકો કોરોના ટેસ્ટ કરાવવા વધુ આવી રહ્યા છે. ડિસેમ્બર સુધી તંત્રને વેઇટ એન્ડ વોચ મોડ પર રખાયું છે. સૌરાષ્ટ્રમાં દિવાળીને લઈને થઈ રહેલ ટ્રાવેલિંગ પેટર્નનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. કયા તાલુકામાં અને કયા વિસ્તારમાં કેસ વધે છે તેનું એનાલિસીસ કરવામાં આવી રહ્યું છે. કેસ વધશે તે પ્રમાણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેઈન પાવર એક્ટિવ કરાશે. તો બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. લોકો સેનેટાઇઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તેવી અપીલ કરી રહ્યાં છે. સુરેન્દ્રનગરમાં પણ કોરોના વિસ્ફોટ સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારો બાદ કોરોના વિસ્ફોટ થયો છે. એક જ દિવસમાં સુરેન્દ્રનગરમાં 45 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત અલગ અલગ તાલુકાઓમાં વધુ 45 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો જિલ્લાનો ફુલ કોરોના પોઝિટિવ આંક 2898 થયો છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  બોટાદ: કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાએ પશુ મોબાઈલ વાનનું કર્યું લોકાર્પણ

  બોટાદ- જિલ્લા પંચાયત કચેરી ખાતે પશુપાલન પ્રધાન કુંવરજી બાવળિયા દ્વારા બોટાદ જિલ્લામાં ૧૦ ગામદીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. બે પશુ મોબાઈલ દવાખાનાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી“કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 ” તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 108 ના સફળ અનુભવને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા “૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના અમલમાં મુકવામાં આવી છે. જે યોજના અંતર્ગત બોટાદ જિલ્લા પંચાયત કચેરીમાં પશુપાલન પ્રધાન કુંવરજી બાવળિયા દ્વારા બોટાદ જિલ્લામાં 2 મોબાઇલ પશુ દવાખાનાનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ. જિલ્લામાં હાલ 5 મોબાઇલ પશુ દવાખાના કાર્યરત છે. હવે બાદના તબક્કામાં કુલ 3 મોબાઇલ પશુ દવાખાના ફાળવવા આવશે. બોટાદ જિલ્લામાં કુલ 10 મોબાઇલ પશુ દવાખાના થશે. જેના અંતર્ગત 1962 ડાયલ કરવાથી વિનામૂલ્યે ગામમાં ઘરે બેઠા પશુ સારવાર મળી રહેશે. માનવ સારવાર માટે જેમ 108 સુવિધા છે તે પ્રકારની આ સુવિધા પશુધનની સારવાર માટે ઉપલબ્ધ બની છે.
  વધુ વાંચો
 • રાજકીય

  હાર્દિક પટેલને દિલીપ સાબવાએ ગણાવ્યો કોંગ્રેસની ટિકીટનો સોદાગર

  બોટાદ-ગુજરાતમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે, ત્યારે હાર્દિક પટેલના એક સમયના સાથી અને પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના પૂર્વ સંગઠન પ્રમુખ દિલીપ સાબવાએ હાર્દિક પટેલ પર પ્રહાર કરતો વીડિયો વાયરલ કર્યો છે. સાબવાએ વીડિયોમાં આક્ષેપો લગાવ્યા છે કે, હાર્દિકે ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. પછડાયેલી કોંગ્રેસે કરેલી રાજનીતિનું આ પરિણામ છે. હાર્દિક એવું ન સમજે કે પાસ છે તે હાર્દિકની વોટબેંક છે. હાર્દિકને કોંગ્રેસની ટીકીટના સોદાગર કહી દિલીપ સાબવાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે. નોંધનીય છે કે, હાર્દિક પટેલ અત્યારે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. તેમજ કોંગ્રેસને જીતાડવા માટે જાેરશોરથી પ્રચાર કર્યો હતો. જાેકે, પેટાચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ કોંગ્રેસની હાર સ્વીકારી લીધી છે. વિપક્ષીનેતા પરેશ ધાનાણીએ હાર સ્વીકારતા જણાવ્યું હતું કે, પેટાચૂંટણીના પરિણામ ઈ અમારી 'ઊણપો'નો અરિસો છે. જનાદેશનો નત મસ્તકે સ્વીકાર કરુ છુ. મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય થયો છે. ભાજપના ભાઈ અને ભાઉ સહિત વિજેતા ઉમેદવારોને અંતરથી અભિનંદન. આઝાદીની લડાઈમા અડીખમ ઊભેલા કોંગ્રેસી કાર્યકરોને સલામ..!
  વધુ વાંચો
 • રાજકીય

  ગુજરાત વિધાનસભા પેટાચુંટણી: ગઢડામાં મતદાન શરૂ થવાની સાથે જ EVMમાં ખરાબી સર્જાઈ

  બોટાદ- આજે ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન શરુ થયુ છે. મતદારો વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા. કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તમામ મતદાન મથક પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગઢડા 106 વિધાનસભાનું સવારે 7 વાગે મતદાન શરુ થયું છે.ગઢડા શહેરની એમ.એમ હાઈસ્કૂલ ખાતે બુથ નંબર 203 પરઇવીએમ મશીનમાં ખામી સર્જાતા ઇવીએમ મશીન બંધ થયું હતું.આ ઇવીએમ મશીન બંધ થતાં અધિકારીઓ બુથ નંબર 203 દોડી આવ્યા હતાં. ઇવીએમ મશીન શરૂ કરવામાં આવતા મતદાન શરુ કરવામાં આવ્યું હતું. ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે સવારના 7 વાગ્યાથી મતદાન શરુ થયું હતુ. મતદાન શરુ થતાં જ EVMમાં ખામી સર્જાઈ હતી. જેના લીધે ચૂંટણી અધિકારીઓની ટીમ મતદાન મથક પર દોડી આવી હતી.
  વધુ વાંચો