અરવલ્લી સમાચાર

 • અન્ય

  માલપુરમાં પશુઓ ભરેલી કાર સાથે બે કસાઈ ઝડપાયા

  અરવલ્લીઃ માલપુર પોલીસ મથકની હદમાં ચોરીવાડ નજીકથી પશુઓ ભરેલી જીપકાર સાથે બે કસાઈઓને માલપુર પોલીસે ઝડપી પડ્યા હતા. કારમાં ત્રણ પાડાઓ ભરીને લઇ લુણાવાડાના બે કસાઈઓ સલમાન નિસાર અનારવાલા અને વસીમ યુનુસ માલવણીયાને જેલભેગા કરી પોલીસે પશુઓ અને કાર સહિત ૩.૧૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 
  વધુ વાંચો
 • અન્ય

  ભિલોડા ગામના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરાયું

  ભીલોડા,અરવલ્લી ભિલોડા ખાતે ગામ યુવા સેવક ના ઉપક્રમે “વૃક્ષો વાવો વરસાદ લાવો” ના સૂત્ર સાથે વૃક્ષારોપણનું આયોજન કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભિલોડા ગ્રામ પંચાયતના વર્તમાન અને માજી સરપંચો, તલાટીકમ મંત્રી, માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ અને નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
  વધુ વાંચો
 • અન્ય

  મોડાસા ચાર રસ્તા પાસે ભરાતા મજૂર મેળાથી કોરોનાને નિમંત્રણ

  અરવલ્લી,તા.૯ અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છેતેમ છતાં સામાજિક અંતરના ધજાગરા ઉડી રહ્યા છે, પણ તંત્ર હવે હથિયારે હેઠે મુકી દીધા હોય તેવું લાગી રહ્યું છે. મોડાસા ચાર રસ્તા પર વહેલી સવારે મજૂર મેળો ભરાય છે. જ્યાં સમાજિક અંતરના લીરેલીરા ઉડી રહ્યા છે. જેનાથી અધિકારીઓને કોઈ જ ફરક પડતો નથી. મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકીની સામે જ સામાજિક અંતર નથી જળવાતું તો શહેરના અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં સામાજિક અંતર ક્યાંથી જળવાશે તે કહેવું કદાચ મુશ્કેલ છે. આરોગ્ય અને નગરપાલિકા તંત્ર મોડાસા શહેરના ચાર રસ્તા પર મોટી સંખ્યામાં એકઠા થતા શ્રમિકોમાં કોરોના અંગે જાગૃતિ લાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. આગામી સમયમાં શહેરમાં લોકલ સંક્રમણ અને કોમ્યુનિટી ટ્રાન્સ્મીશનનો શ્રમિકો ભોગ બને તો આગામી સમયમાં કોરોના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને ઘમરોળે તેવો ખતરો પેદા થયો છે આરોગ્ય અને નગરપાલિકા તંત્ર આળસ ખંખેરી શ્રમિકોમાં કોરોના અંગે જાગૃતિ અભિયાન ચલાવે તેવી જાગૃત નાગરિકોમાં માંગ પ્રબળ બની છે. લોક ડાઉન સમયે સામાજિક અંતર જાળવવા તંત્ર દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કયોર્ હતો, પણ હવે તે ક્યાંય જોવા નથી મળી રહ્યું, જેને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય તો નવાઈ નહીં. મોડાસા શહેર હોટ સ્પોટ તરફ પ્રયાણ કરી ચુક્યું છે.પાલિકા તંત્ર માસ્કનો દંડ વસૂલીને સંતોષ માની રહ્યું છે.સોશિયલ ડીસ્ટેન્સ તરફ ધ્યાન ન તો વહીવટી તંત્ર આપી રહ્યું છે, કે ના પાલિકા તંત્ર. વહીવટી તંત્રના આંકડાઓ પર વિશ્વાસ કરીને સંતોષ માની લે તેવું લાગી રહ્યું છે. જિલ્લાની સરકારી કચેરીઓમાં જ થર્મલ સ્ક્રીનિંગ કરાતું નથી શરૂઆતમાં કોરોનાને કારણે શહેરમાં થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવતું હતું, પણ વહીવટી તંત્રએ થર્મલ સ્ક્રિનિંગ શબ્દ ગાયબ જ કરી નાખ્યો હોય તેવું લાગી રહ્યું છે. કલેક્ટર કચેરી ચેમ્બર સિવાય અન્ય કોઈ જ કચેરમાં થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવતું નથી. મોડાસા નગર પાલિકા, મામલતદાર કચેરી, આરોગ્ય કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ વડા કચેરી સહિત અન્ય સરકારી કચેરીઓમાં થર્મલ સ્ક્રિનિંગ ગાયબ થઈ ચુક્યું છે. જે એક ચિંતાનો વિષય છે. અધિકારીઓ ઓફિસ જવા શહેરના રસ્તાઓનો ઉપયોગ કરે, તો ખબર પડે ને ! મોડાસા શહેરમાં શું થાય છે અને શું ચાલી રહ્યું છે, તે અધિકારીઓને કેમ કરીને ખ્યાલ આવે, કારણ કે, તેઓ ઓફિસ જવા માટે બાયપાસનો ઉપયોગ કરે છે, જેથી શહેરની પરિસ્થિતિનો ચિતાર ક્યાંથી મળે. મોટા ભાગના અધિકારીઓ બારોબાર નિકળી જાય છે, એટલે શહેરની પરિસ્થિતીથી તેઓ વાકેફ નથી થતાં, પણ સરકારના ઉચ્ચ અધિકારીઓનો ચોપડામાં લખેલા આંકડા મળી જાય છે, એટલે કામ પુરૂ. સાહેબ તાલુકા કક્ષાના અધિકારી આંકડાકીય માહિતીના થોથા લઇને આવે તો જરા સમજજો અને શહેરની મુલાકાત લેજો ખ્યાલ આવશે કે ‘ક્યાં સે ક્યાં હો રહા હૈ.’ 
  વધુ વાંચો
 • અન્ય

  અરવલ્લી જિ.માં જળ અભિયાનથી ૩૮.૬૪ મિલિયન ઘનફૂટ પાણીની સંગ્રહ શક્તિ વધશે

  અરવલ્લી,તા.૯ સમગ્ર રાજયમાં સુજલામ-સુફલામ જળ અભિયાનના તૃતીય તબક્કામાં જળસંચયના કામોમાં જે.સી.બી.,ટ્રેકટર-ડમ્પરનો ઉપયોગ થકી રાજયની જનશક્તિએ વિરાટ પુરૂષાર્થ આદરતા જળ સંચયના કામો શરૂ કરાયા હતા. જેનાથી પાણીના તળ ઉંચા આવતા જિલ્લાના કેટલાય તાલુકાઓ ડાર્કઝોનમાંથી બહાર આવી શક્યા છે. જળશક્તિનું આ અભિયાન અરવલ્લી જિલ્લામાં હાથ ધરી ૧૨૦૦થી વધુ કામો પૂર્ણ કરાયા છે. સુજલામ-સુફલામ જળઅભિયાન અંતર્ગત અત્યાર સુધી ચેકડેમ, ડીસીલ્ટીંગ, નહેરોની સફાઇ, ચેકડેમ, ચેકડેમ રિપેરીંગ, તળાવ, વનતલાવડી અને રેઇન વોટર હાવેર્સ્ટીંગ સહિતના ૧૨૮૪ વધુ કામ હાથ ધરાયા હતા. જેમાં જળસંપતિના ૮૮૧ કામો, પાણી પુરવઠાના ૪૬, વન અને પયાર્વરણના ૬૯, વોટર શેડના ૨૨, શહેરી વિકાસ નગરપાલિકાના ૪ અને ગ્રામ વિકાસના ૧૦૭ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના થકી ૧૦.૯૪ લાખ ઘન મીટર માટીના જથ્થાની ઉપલબ્ધિ થઇ અને જળ સંચય થકી ૩૮.૬૪ મીલીયન ઘન ફૂટ પાણીની સગ્રંહ શક્તિમાં વધારો થશે.
  વધુ વાંચો