લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, નવેમ્બર 2026 |
4158
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીની મિડટર્મ ચૂંટણીઓમાં હાર સાથે દલાલ સ્ટ્રીટ પર દિવાળીના ફટાકડા પહેલેથી જ ફૂટી રહ્યા છે. બજાર તેજીમાં છે અને રોકાણકારોના પૈસા વધી રહ્યા છે. સેન્સેક્સ ૨૦૦૦થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૪૦૦ને પાર કરી ગયો છે. જ્યારે, નિફટી ૬૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૫૦૦ને પાર કરી ગયો છે. ક્ષેત્રિય સૂચકાંકોમાં બેંક નિફટી ૩.૧૩ ટકા, નિફટી ફાઇનાન્શિયલ સર્વિસીસ ૩.૮૫ ટકા, ઓટો ૪.૧૦ ટકા, આઇટી ૨.૩૫ ટકા, પીએસયુ બેંક ૨.૯૧ ટકા, ખાનગી બેંક ૩.૧૪ ટકા, રિયલ્ટી ૩.૩૭ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૧૦ ટકા અને સિમેન્ટ ૩.૪૫ ટકા વધ્યા છે.
દિવાળી સામાન્ય રીતે ધનતેરસ પછી આવે છે. જાેકે, શેરબજારના રોકાણકારો માટે ધનતેરસ પહેલા દિવાળી આવી ગઈ છે. હા, ભારતીય શેરબજારના રોકાણકારોના પોર્ટફોલિયોમાં રૂ.૭.૯૫ લાખ કરોડથી વધુનો ઉમેરો થયો છે. ગુરુવારે સવારે રોકાણકારોએ ધૂમ કમાણી કરી હતી. ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો, વિદેશી રોકાણકારો દ્વારા નવી ખરીદી અને યુએસ બજારોમાં ઉછાળાએ ભારતીય શેરબજારને તેજીની લહેર ફરી વળી હતી. બજાર ખુલ્યાના બે કલાકમાં રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ.૮ લાખ કરોડનો વધારો થયો હતો. રૂપિયો ૯૪.૪૪ થયો છે તો ક્રૂડને ભાવ ઘટીને ૯૪ ડોલર પહોંચી ગયા હતા.
શેરબજારમાં તેજીના ત્રણ મુખ્ય કારણો યુએસ ચૂંટણી પછી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો. યુએસ કોંગ્રેસમાં ડેમોક્રેટિક પાર્ટીની જીતથી આશા જાગી છે કે વોશિગ્ટન પ.એશિયામાં તણાવ ઘટાડવા માટે પગલાં લેશે. આનાથી યુએસ-ઈરાન સંઘર્ષના ઝડપી ઉકેલ અને તેલ પુરવઠા અંગેની ચિતાઓ દૂર થવાની શક્યતા વધી જાય છે.
આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પાછલા ટ્રેડિગ સત્રમાં ૮%થી વધુ ઘટ્યો હતો. ગુરુવારે પણ તેનો ઘટાડો ચાલુ રહ્યો. બ્રેન્ટ ક્રૂડ ૦.૯૫% ઘટીને ઇં૯૩.૭૨ પ્રતિ બેરલ પર ટ્રેડ થયો, જ્યારે યુએસ WTI ક્રૂડ ૧.૪૮%ઘટીને ઇં૮૬.૮૨ પ્રતિ બેરલ પર ટ્રેડ થયો.
બીજી તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેરબજારમાં પાછા ફરી રહ્યા હોય તેવું લાગે છે. બુધવારે, તેમણે રૂ.૭,૨૮૪.૦૩ કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી, જે ૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ પછીની તેમની સૌથી મોટી એક દિવસીય ખરીદી છે. વિદેશી રોકાણકારો સતત ચાર ટ્રેડિગ સત્રો માટે ભારતીય શેરના ચોખ્ખા ખરીદદારો રહ્યા છે. નવેમ્બરમાં અત્યાર સુધીમાં તેમના રોકાણો રૂ.૧૭,૦૦૦ કરોડને વટાવી ગયા છે. અગાઉ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં, વિદેશી રોકાણકારોએ આશરે રૂ.૯૦,૦૦૦ કરોડના શેર વેચ્યા હતા. ગુરુવારે નિફટી ૫૦ તીવ્ર વધારા સાથે ખુલ્યો અને ૨૪,૩૭૮ની નજીક પહોંચ્યો. તે ૨૦, ૫૦-, ૧૦૦- અને ૨૦૦-દિવસના ઘાતાંકીય મૂવિગ એવરેજને પાર કરી ગયો. આ બજારની ટેકનિકલ સ્થિતિ અને તેજીની ગતિમાં મજબૂતાઈ દર્શાવે છે. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાંથી હાલમાં મોટા અને આશ્વાસન આપનારા સમાચાર આવી રહ્યા છે. ઈરાન યુદ્ધનો વહેલા અંત આવવાની આશા અને અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓ પછી રાજકીય દબાણને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડમાં આશરે ઇં૮.૯૮નો મોટો ઘટાડો જાેવા મળ્યો છે, જે તેને ઇં૯૪.૬૨ પ્રતિ બેરલ પર લાવી દીધો છે. આ જ ક્રૂડ ઓઈલ થોડા સમય પહેલા ઇં૧૧૭ને સ્પર્શી રહ્યું હતું. દિવાળી પહેલા ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા થવાની આશા જાગી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ઇં૧૦૦ થી નીચે ઘટીને ઇં૯૪ની આસપાસ પહોંચી ગયું છે.
એટલું જ નહીં, પરંતુ ભારત માટે ક્રૂડ ઓઇલના ભાવ દર્શાવતો ભારતીય બાસ્કેટ પણ છેલ્લા બે મહિનાની સરેરાશથી નીચે આવી ગયો છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સામાન્ય માણસને આ વર્ષે દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો મળશે? આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં બુધવાર, ૪ નવેમ્બરના રોજ ભારે વેચવાલી જાેવા મળી. જાન્યુઆરી ફયુચર્સ ટ્રેડિગમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ૪.૭% ઘટીને ઇં૯૮.૭૬ પ્રતિ બેરલ થયું. ઓક્ટોબરની શરૂઆત પછી તેની કિમત પહેલી વાર ઇં૧૦૦ થી નીચે આવી ગઈ. ત્યારબાદ ઘટાડો ઝડપી બન્યો, અને બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ૮.૭% ઘટીને ઇં ૯૪.૬૨ પ્રતિ બેરલ પર બંધ થયો. યુએસ ઉ્ૈં ક્રૂડ ઓઇલ પણ ૮.૩% ઘટીને ઇં૮૮.૧૨ પ્રતિ બેરલ પર બંધ થયું. ગુરુવારે સવારે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ લગભગ ઇં૯૩.૭૭ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. આનો અર્થ એ થયો કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ઘટાડો ચાલુ છે.