ડિલિવરી સિસ્ટમ સસ્તી, અધિકારીઓની મનસ્વી ધરપકડની સત્તા પર રોક મૂકાઈ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, ઓક્ટોબર 2026  |   2574

GST કાઉન્સિલની ૫૭મી બેઠકમાં વેપારીઓ અને કરદાતાઓ માટે અનેક મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાઉન્સિલે ય્જી્ અધિકારીઓની સીધી ધરપકડ કરવાની સત્તા પાછી ખેંચવા, વેપાર સંબંધિત વિવિધ ખર્ચાઓ પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ આપવા અને નાના ટેક્સ વિવાદો ઘટાડવા સંબંધિત દરખાસ્તોને મંજૂરી અપાઈ છે. 

આ ઉપરાંત ડિલિવરી સર્વિસ, રિટ્રેડેડ ટ્રેક્ટર ટાયર અને નાના કર વિવાદો અંગે પણ મહત્વના સુધારા કરવામાં આવ્યા છે, જેનાથી FMCG, , ફાર્મા, ટેલિકોમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિલિવરી અને કોર્પોરેટ ક્ષેત્રને મોટી રાહત મળશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,GSTકાઉન્સિલે અધિકારીઓ પાસેથી સીધી ધરપકડ કરવાની સત્તા પાછી ખેંચવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ ર્નિણયનો અર્થ એ છે કે સામાન્ય કર વિવાદોમાં ટેક્સ અધિકારીઓ સીધા જ કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકશે નહીં. ગંભીર ગુનાહિત કેસો અને જાણીજાેઈને કરવામાં આવેલી મોટી ટેક્સ ચોરી જેવા મામલાઓમાં કાર્યવાહી કરવા માટે હવે કાયદાકીય અદાલતી પ્રક્રિયાનું પાલન કરવું પડશે. આ બેઠકના એજન્ડામાં ઝ્રય્જી્ એક્ટની કલમ ૬૯ હેઠળ ધરપકડની જાેગવાઈમાં ફેરફાર કરવાનો અને માત્ર અતિ ગંભીર બાબતો પૂરતી જ ફોજદારી કાર્યવાહી મર્યાદિત રાખવાનો પ્રસ્તાવ પહેલેથી સામેલ હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution