લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, નવેમ્બર 2026 |
1683
શેરબજારમાં આજે એટલે કે ૨૩ નવેમ્બરે ભારે ઘટાડો રહ્યો હતો. સેન્સેક્સ ૧૪૮૩ પોઈન્ટ ઘટીને ૮૨,૪૩૫ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ ૪૫૦ પોઈન્ટનો ધરખમ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ૨૫,૩૪૯ પર બંધ થયો હતો. મેટલ, બેન્કિંગ અને એનર્જી શેરોમાં સૌથી વધુ વેચવાલી જાેવા મળી હતી. આ ઘટાડાને કારણે બજારનું માર્કેટ મૂલ્ય આજે ૫.૨૪ લાખ કરોડ રૂપિયા ઘટીને ૫૦૮ લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે. રોકાણકારોના ૫.૨૪ લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા! સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ શેરબજારના રોકાણકારો માટે ‘બ્લેક મન્ડે’ સાબિત થયો હતો. જાેરદાર તેજી સાથે ઓપનિંગ થયા બાદ અચાનક માર્કેટ ક્રેશ થઈ ગયું હતું. સેન્સેક્સ-નિફ્ટી એવી રીતે ગગડ્યા કે હાહાકાર મચી ગયો હતો. ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકી બજારમાં મંદી રહ્યું હતું. આજે શેરબજારની શરૂઆત પર નજર કરીએ તો સેન્સેક્સ તેના અગાઉના ૮૩,૯૧૯ના બંધ સ્તરની સરખામણીએ તેજ છલાંગ લગાવીને ૮૪,૪૨૧ પર ઓપન થયો અને ત્યારબાદ શરૂઆતની થોડી મિનિટોમાં ૭૪૩ પોઈન્ટના જાેરદાર ઉછાળા સાથે ૮૪,૬૬૨ના સ્તરે પહોંચી ગયો હતો, પરંતુ ત્યારબાદ તેના ઘટાડાનો જે સિલસિલો શરૂ થયો હતો, તે બજારમાં કારોબાર આગળ વધવા સાથે સતત વધતો ગયો હતો. સેન્સેક્સ ડે-હાઈથી ૧૮૦૦ પોઈન્ટ ગગડીને ૮૨,૮૬૨ પર આવી ગયો હતો.
સેન્સેક્સમાં શરૂઆતના કારોબારમાં ૭૦૦ પોઈન્ટનો ઉછાળો આવ્યા બાદ બપોરે ૧ વાગ્યાની આસપાસ તે ડે-હાઈથી ૧૮૦૦ પોઈન્ટ ગગડી ગયો, જ્યારે નિફ્ટી પણ ૫૦૦ પોઈન્ટથી વધુ તૂટી ગયો. જેનાથી રોકાણકારોના એક ઝાટકામાં રૂપિયા ૫.૨૪ લાખ કરોડથી વધુ સ્વાહા થઈ ગયા હતા. શેરબજારના ક્રેશને કારણે રોકાણકારોને થયેલા નુકસાન પર નજર કરીએ તો તે ભારે ભરખમ છે. તેનો અંદાજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન પરથી લગાવી શકાય છે. ગયા અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે બીએસઈ માર્કેટ કેપ લગભગ ૫૧૫ લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું, જે સોમવારે બપોરે ૧ વાગ્યે ઘટીને ૫૧૦ લાખ કરોડ રૂપિયા રહી ગયું. એટલે કે રોકાણકારોના લગભગ ૫ લાખ કરોડ રૂપિયા બજારની સુનામીમાં ધોવાઈ ગયા હતા. નિષ્ણાતો અનુસાર, દુનિયાભરના બજારોમાં થયેલા ઘટાડાની અસર ભારતીય બજારો પર પણ જાેવા મળી રહી છે. મેટલ, બેકિંગ અને એનર્જી શેરોમાં વધુ વેચવાલી છે.