SEBIએ બધા પ્લેટફોર્મને GMP દેખાડવા પર રોક લગાવી: એડવાઈઝરી જાહેર કરી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, નવેમ્બર 2026  |   4158

IPOમાં પૈસા મૂકતા પહેલા સૌથી પહેલા ય્સ્ઁ ચેક કરવાની આદતવાળા રોકાણકારો માટે મોટા સમાચાર છે, માર્કેટ રેગ્યુલેટર  GMPએ હવેSEBIના ગ્રે માર્કેટ પ્રીમિયમનો ખેલ જ ખતમ કરી દીધો છે, SEBIએ એડવાઈઝરી જાહેર કરીને તમામ રજિસ્ટર્ડ ઈન્ટરમીડિયરી, બ્રોકર, વેબસાઈટ, ડિજિટલ પ્લેટફોર્મ અને માર્કેટ પાર્ટિસિપન્ટને સ્પષ્ટ સૂચના આપી છે કે હવે પછી આવનારા કોઈપણIPOના ગ્રેે માર્કેટ પ્રીમિયમ  ક્યાંય પણ પબ્લિશ, ડિસ્પ્લે, સર્ક્યુલેટ કે બ્રોડકાસ્ટ ન કરવો, આ રોક વેબસાઈટ, એપ, ઈમેલ, SMS, WhatsApp અને સોશિયલ મીડિયા સહિત તમામ માધ્યમો પર લાગુ પડશે, SEBIનું કહેવું છે કે GMPના આંકડા અનઓફિશિયલ, અનવેરિફાઈડ અને અનરેગ્યુલેટેડ છે. આ આંકડા એવા સોદાઓ પર આધારિત છે જે લિસ્ટિંગ પહેલા એક્સચેન્જના ફ્રેમવર્કની બહાર થાય છે, તેના પર નિયમનકારી દેખરેખ નથી હોતી, સેટલમેન્ટ ગેરંટી નથી હોતી, ઈન્વેસ્ટર પ્રોટેક્શન નથી હોતું અને કોઈ ફોર્મલ પ્રાઈસ ડિસ્કવરીની પ્રક્રિયા પણ નથી હોતી, ઘણી વખત મોટાIPOમાં ય્સ્ઁ અને ખરેખરા લિસ્ટિંગ પ્રાઈસ વચ્ચે મોટો ફરક જાેવા મળ્યો છે, જેનાથી રિટેલ રોકાણકારોને નુકસાન થાય છે, તેથી આવા આંકડા રોકાણકારો માટે નુકસાનકારક છે. તે માર્કેટની પારદર્શિતા અને જવાબદારીના સિદ્ધાંત વિરુદ્ધ છે, SEBIએ ચેતવણી આપી છે કે GMPને લિસ્ટિંગ પ્રાઈસ કે અપેક્ષિત વળતરનું ઈન્ડિકેટર ન માનવું,GMPસાથે જાેડાયેલા કોઈપણ સોદામાં ભાગ ન લેવો, રોકાણકાર આવા સોદામાં ફસાશે તો તેને SEBI કે સ્ટોક એક્સચેન્જ હેઠળનું ઈન્વેસ્ટર પ્રોટેક્શન નહીં મળે, તે એક્સચેન્જની ગ્રીવેન્સ રિડ્રેસલ મિકેનિઝમ કે એક્સચેન્જ અને ડિપોઝિટરી દ્વારા ચલાવાતા ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પોર્ટલનો પણ ઉપયોગ નહીં કરી શકે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution