વ્યાજ દરમાં ૦.૫૦%નો વધારો મોંઘો પડી શકે : GDP ગ્રોથને સીધું નુકસાન!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, નવેમ્બર 2026  |   1188

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની આગામી નાણાકીય નીતિ સમીક્ષા બેઠક પહેલાં દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા  એ અર્થતંત્રની સ્થિરતા અંગે એક અત્યંત મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. SBI ના આર્થિક સંશોધન વિભાગે તેના તાજેતરના અહેવાલમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ડિસેમ્બરની પોલિસીમાં વ્યાજ દરોમાં ૦.૫૦ ટકાનો મોટો વધારો કરવાની માંગણીઓ વચ્ચે RBI  એ નાણાકીય સ્થિરતા પ્રત્યે અત્યંત સતર્ક રહેવું જાેઈએ. અર્થશાસ્ત્રીઓના મતે, વર્તમાન ફુગાવાના વલણને જાેતાં વ્યાજ દરમાં માત્ર ૦.૨૫ ટકાનો વધારો જ પૂરતો રહેશે, કારણ કે તેનાથી મોટો વધારો કરવાથી દેશમાંથી વિદેશી મૂડી બહાર જવાનું જાેખમ વધશે, રૂપિયામાં અસ્થિરતા સર્જાશે અને દેશના જીડીપી (ય્ડ્ઢઁ) વિકાસ દરને પ્રતિકૂળ અસર પહોંચી શકે છે. અગાઉ ઓક્ટોબર મહિનામાં યોજાયેલી નીતિ સમીક્ષા બાદ SBI ના અર્થશાસ્ત્રીઓએ ડિસેમ્બરમાં ૦.૫૦ ટકા દર વધારાની આગાહી કરી હતી, પરંતુ બાહ્ય આર્થિક પરિસ્થિતિઓમાં સુધારો, વિદેશી ભંડોળના પ્રવાહમાં થયેલો વધારો અને રૂપિયા પર ઘટેલા દબાણને ધ્યાનમાં રાખીને બેંકે પોતાનો અંદાજ સુધારીને ૦.૨૫ ટકા કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં છ સભ્યોની દર-નિર્ધારણ પેનલે લગભગ ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ મુખ્ય વ્યાજ દરોમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો હતો અને નીતિ વલણને ‘તટસ્થ’ માંથી બદલીને ‘કેલિબ્રેટેડ કડક’ બનાવ્યું હતું. હવે ૨ થી ૪ ડિસેમ્બર દરમિયાન મળનારી સ્ઁઝ્રની બેઠક પર સમગ્ર બજારની નજર ટકેલી છે.

વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યની વાત કરતાં SBIના રિપોર્ટમાં એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે યુએસ ફેડરલ રિઝર્વપણ તેની ડિસેમ્બર બેઠકમાં વ્યાજ દરો સ્થિર રાખે તેવી શક્યતા વધી ગઈ છે. ઇક્વિટી બજારોમાં તાજેતરના ઘટાડા અને આર્થિક પ્રવૃત્તિઓમાં જાેવા મળેલી મંદીને કારણે અમેરિકામાં ૫૦ બેસિસ પોઈન્ટના મોટા વધારાની અપેક્ષાઓ ઓછી થઈ છે. બીજી તરફ, ૧૦ વર્ષની સરકારી સિક્યોરિટીઝ પરની યીલ્ડ પણ ઘટીને હાલમાં ૪.૯૬ ટકાની આસપાસ આવી ગઈ છે, જે આગામી સમયમાં ૪.૭૫ ટકા સુધી નીચે જઈ શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution