લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ઓગ્સ્ટ 2026 |
2871
બૅંકોનું અબજાે રૂપિયાનું દેવું કરીને બેઠેલા અબજાેપતિઓ માટે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ ((NCLT) જાણે સુપર સેલ કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે. દેશના મીડિયા મોગલ તરીકે જાણીતા બિઝનેસમેન સુભાષ ચંદ્રાને રૂ. ૨૨,૦૦૬.૫૭ કરોડના દેવા સામે માત્ર રૂ. ૬.૫ કરોડ ચૂકવવાની (NCLTન્એ મંજૂરી આપી દીધી છે. એટલે હવે બૅંકો અને લેણદારોને પૂરેપૂરા ૯૯.૯૭%નો હેર કટ સહન કરવો પડશે. આ ર્નિણય બાદ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. બીજી તરફ, એક સમયે કંઈક આવી જ મુશ્કેલીમાં ફસાયેલા વિજય માલ્યાએ સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવ્યા છે. જાે સામાન્ય માણસ હોમ લોનનો એક હપ્તો ચૂકી જાય, તો બૅંકના માણસો કાર કે ઘર જપ્ત કરવા પહોંચી જાય છે, ત્યાં રૂ. ૨૨,૦૦૦ કરોડથી વધુનું દેવું ધરાવતા અબજાેપતિ માત્ર રૂ. ૬.૫ કરોડ આપીને મુક્ત થઈ ગયા, જે ભારતની સિસ્ટમ પર મોટો સવાલ ઊભો કરે છે.
સુભાષ ચંદ્રા સામેની આ પર્સનલ ઇન્સોલ્વન્સી(અંગત નાદારી) પ્રોસીડિંગ્સ મુખ્યત્વે તેમણે આપેલી પર્સનલ ગેરંટીમાંથી ઊભી થઈ હતી. એસલ( ગ્રૂપની વિવિધ કંપનીઓ દ્વારા લેવાયેલી કરોડો રૂપિયાની લોન ડિફોલ્ટ થતાં ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ (હવે સાધના/સન્માન કેપિટલ) અને અન્ય બૅંકોએ સુભાષ ચંદ્રા સામે કાર્યવાહી કરી હતી. લેણદારો સામે રૂ. ૨૨,૦૦૬.૫૭ કરોડના દાવા દાખલ થયા હતા. આ દરમિયાન સુભાષ ચંદ્રાએ પોતાની અંગત સંપત્તિ મર્યાદિત દર્શાવીને માત્ર રૂ. ૬.૫ કરોડના ચુકવણાનો પ્લાન આપ્યો હતો. ૨૦૧૭-૧૮માં તેમની સંપત્તિ રૂ. ૪૦,૦૦૦ કરોડથી વધુ દર્શાવાઈ હોવા છતાં આ નજીવી રકમનો પ્લાન મંજૂર થતાં મોટો વિવાદ સર્જાયો છે. આ અહેવાલો બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશેXપર કટાક્ષ કરતાં લખ્યું હતું કે, ‘ફાઇનાન્સની ભાષામાં જ્યારે દેવાદાર મૂળ રકમમાંથી થોડી જ રકમ પાછી આપે તો તેને હેર કટ કહેવાય, પરંતુ રૂ. ૨૨,૦૦૬ કરોડની સામે માત્ર રૂ. ૬.૫ કરોડ આપવા, તે હેર કટ નથી. આ તો પૂરેપૂરું મુંડન કરી નાખ્યું કહેવાય! આવા ર્નિણયો ઇન્સોલ્વન્સી એન્ડ બૅંક્રપ્સી કોડ (IBC), ૨૦૧૬ની ખુલ્લેઆમ મજાક ઉડાવવા બરાબર છે.’