લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, ઓગ્સ્ટ 2026 |
3762
દેશભરમાં E20 પેટ્રોલ (૨૦% ઇથેનોલ મિશ્રિત ઇંધણ)ને લઈને વાહનચાલકોમાં ભારે ચર્ચા અને અસંતોષ જાેવા મળી રહ્યો છે. આમ જનતાની ફરિયાદ છે કે E20 ઇંધણના ઉપયોગથી વાહનોનું માઇલેજ ઘટી ગયું છે અને એન્જિનના પાર્ટ્સને પણ નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ સરકાર સતત આ ઇંધણના ફાયદા ગણાવી રહી છે. જાેકે, આ વિવાદ વચ્ચે એક નવો રસ્તો નીકળતો દેખાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, સરકાર અને ઓઇલ ઇન્ડસ્ટ્રી વચ્ચે E20ની સાથે ફરીથી ઈ૧૦ પેટ્રોલ પણ બજારમાં ઉપલબ્ધ કરાવવા અંગે પ્રાથમિક સ્તરે વિચારણા શરૂ થઈ છે. ભારતે ગયા વર્ષે જ પેટ્રોલમાં ૨૦% ઇથેનોલ બ્લેન્ડિંગ કરવાનો ટાર્ગેટ નક્કી કરેલા સમય કરતાં લગભગ ૫ વર્ષ પહેલાં જ પૂર્ણ કરી લીધો હતો. ત્યારબાદ દેશભરમાં E20પેટ્રોલને મુખ્ય ઇંધણ તરીકે લાગુ કરવામાં આવ્યું. પરંતુ આ ર્નિણય બાદ ખાસ કરીને જૂના વાહનચાલકોની ચિંતા વધી ગઈ હતી. જે વાહનોના એન્જિન વધુ ઇથેનોલવાળા ઇંધણ માટે ડિઝાઇન કરવામાં નથી આવ્યા, તેમાં માઇલેજ ઘટી ગયું છે અને કેટલાક સ્પેરપાર્ટ્સ પર પણ માઠી અસર પડી હોવાની ફરિયાદો સામે આવી હતી. સરકારે આશંકાઓ દૂર કરવાના પ્રયાસો વચ્ચે સંસદમાં સ્વીકાર્યું હતું કે, જૂના વાહનોમાં E20ના ઉપયોગથી માઇલેજમાં ૩થી ૬% સુધીનો ઘટાડો થઈ શકે છે.