લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, ઓગ્સ્ટ 2026 |
1485
ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જાેકે, તેઓ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી આ પદ પર રહેશે. ચંદ્રશેખરનનો આ ર્નિણય ૧૮ ઑગસ્ટે યોજાનારી ટાટા સન્સની AGM પહેલા આવ્યો છે.
ચંદ્રશેખરન ૨૦૧૭માં ટાટા સન્સના ચેરમેન બન્યા હતા. તેઓ ટાટા પરિવારની બહારના પહેલા એવા વ્યાવસાયિક મેનેજર હતા, જેમણે આ સમૂહની કમાન સંભાળી. તેમના કાર્યકાળમાં ટાટા ગ્રુપનો રેવન્યુ બમણાથી વધુ વધ્યો, પરંતુ તાજેતરના દિવસોમાં નવા બિઝનેસમાં ભારે રોકાણ અને તેમના પરફોર્મન્સને લઈને ટાટા ટ્રસ્ટ્સ સાથે મતભેદ ઊંડા થયા હતા.
ટાટા સન્સમાં આશરે ૬૬% હિસ્સેદારી ધરાવતા ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટા, ચંદ્રશેખરનના કાર્યકાળના વિસ્તરણની વિરુદ્ધ માનવામાં આવી રહ્યા હતા. ફેબ્રુઆરીમાં બોર્ડે ચંદ્રશેખરનના આગામી ૫ વર્ષના કાર્યકાળની ભલામણ કરી હતી, પરંતુ પાછળથી નોએલ ટાટાએ નવા બિઝનેસના પ્રદર્શન પર સવાલો ઉઠાવ્યા અને ચંદ્રશેખરન માટે માત્ર બે વર્ષના કાર્યકારી કાર્યકાળની વકાલત કરી
રતન ટાટાના નિધન પછી ટાટા ગ્રુપના આંતરિક મતભેદો ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા હતા. ઘણા ટ્રસ્ટીઓ પદ છોડી ચૂક્યા છે અને વરિષ્ઠ સરકારી અધિકારીઓએ પણ ટ્રસ્ટીઓને સલાહ આપી હતી કે તેમના પરસ્પર મતભેદની અસર ગ્રુપની કંપનીઓના કામકાજ પર ન પડે. ઘણા અધિકારીઓ અને એક્ઝિક્યુટિવ્સે ચિંતા વ્યક્ત કરી હતી કે આ ખેંચતાણથી ગ્રુપના મહત્વપૂર્ણ ર્નિણયોમાં વિલંબ થઈ રહ્યો છે.
ચંદ્રશેખરને કહ્યું કે, “ટાટા સન્સના ચેરમેન તરીકે મારો વર્તમાન કાર્યકાળ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ પૂરો થઈ રહ્યો છે.